સુરત બાળકી રેપ અને હત્યાના નરાધમની તસવીર રાવણ પર લગાવી પછી શું કર્યું? જાણો વિગત
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશનર વિનય શુક્લને સોંપવામાં આવી છે. ડીસીપી વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે. ત્યારે ટૂંક સમયમાં હત્યારા સુધી પોલીસ પહોંચી જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
રવિવારે રાત્રે આઠથી સાડા આઠની 30 મિનિટના સમયગાળામાં ઘર નજીક રમતી રમતી સાડા ત્રણ વર્ષની બાળકી ગુમ થઈ હતી. જેની બીજા સાંજે ચાર વાગ્યે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
તેવા સંજોગોમાં આ યુવાન પોતાના વતન બિહાર પહોંચી ગયો તેવું સુરતમાં ચર્ચા ચાલી રહી છે. ટ્રેન મારફતે બિહાર પહોંચેલા અનિલ યાદવને દબોચી લેવા માટે શહેર પોલીસની એક ટીમ પણ તેવા વતન પહોંચી ચૂકી છે.
આ અધમ કૃત્ય બાળકીના મકાનની નીચે જ રહેતા અનિલ યાદવે જ કર્યું હોવાનું પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું હતું. ઘટના બની ત્યારથી અનિલ યાદવ પણ ગાયબ છે. જેથી પોલીસની શંકા દ્રઢ બની ગઈ હતી. તેને પકડવા માટે લિંબાયત પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જીની પૂરી ટીમ કામે લાગી છે.
સુરત: લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનારો અનિલ યાદવ તેના વતન બિહાર પહોંચી ગયો તેવું સુરતમાં ચર્ચા ચાલી રહી છે. પોલીસની એક ટીમ પણ તેના વતને પહોંચી ગઈ છે. ત્યારે ગુરુવારે દશેરાના દિવસે પાંડેસરામાં એક સંસ્થાના કાર્યકરોએ અનિલનો ફોટો રાવણ પર ચોંટાડી દહન કર્યું હતું.