સુરતઃ પતિથી અલગ રહેતી 37 વર્ષની યુવતી જ્યોતિષી સાથે કાનપુર જવા નિકળી ને રસ્તામાં.............
સુરતઃ મજૂરાગેટ ખાતે શેરબજારની ઓફિસમાં ટ્રેડિંગ કરતી 38 વર્ષીય રચના મોદીની હત્યા કરાયેલી લાશ રાજસ્થાનમાંથી મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. રચના મંગળવારે રાજમાર્ગ ખાતે રહેતા જ્યોતિષ કનુ ઉર્ફે કિશન રાવલ સાથે કાનપુરના મકનપુર મદારશા બાવાની દરગાહે દર્શન કરવા નીકળી હતી. ત્યારે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વેસુ અલથાણાના શગુન વિલા એપાર્ટમેન્ટમાં રહેતી રચના મંગળવારે સવારે કાનપુરની મદારશા બાવાની દરગાહે દર્શન કરવાનું કહીને ઘરેથી હોન્ડા સિટી કારમાં નીકળી હતી. આ પછી બુધવારે મોડી રાત્રે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડી જંગલ વિસ્તારમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
જોકે, આ હત્યા પછી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. રચનાના ચાર વર્ષ પહેલા રાંદેરમાં રહેતા અને સીએ વરૂણ દલાલ સાથે લગ્ન થયા હતા. જોકે બન્ને વચ્ચે ખટરાગ થતા બે વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. હાલ, પોલીસને જ્યોતિષ કિશન પર શંકા છે. પોલીસે કિશનની અટક કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે, તેણે હત્યા કરી છે કે કેમ અને રચના સાથે બળાત્કાર થયો છે કે નહીં, તે તપાસ ચાલું છે.
રચનાની હત્યા પછી હત્યારાઓ ભગાવના પ્રયાસ કરવા જતા કાર પહાડ સાથે ટકરાતા હત્યારા કાર છોડી ભાગી ગયા હતા. સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન રચનાની લાશ મળી આવી હતી. કારમાંથી મળેલા આધારકાર્ડ અને મોબાઇલ ફોનને આધારે રચનાની ઓળખ થતાં મંડાવર પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે રચનાની માતાને તેમની દીકરીનો અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું.