સુરતઃ પતિ છોડીને જતો રહેતા યુવતીને બંધાયા અન્ય યુવક સાથે સેક્સસંબંધ, પછી શું થયું?
આ બનાવ અંગે અમરોલી પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, સપનાની હત્યા કયા કારણસર થઈ તે હજુ રહસ્ય છે. શંભુ પોલીસની પકડથી હજુ દૂર છે. ત્યારે તેની ધરપકડ પછી સાચું કારણ સામે આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન ગઈ કાલે બપોરે શંભુ કારખાનેથી પરત આવતાં સપના સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શંભુએ તિક્ષ્ણ હથિયારથી સપનાના પેટમાં બે ઘા કરી દીધા હતા. શંભુએ મારેલા ઘાને કારણે સપનાના પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા અને તેનું ત્યાં જ મોત થઈ ગયું હતું. આ પછી શંભુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સુરતઃ અમરોલી વિસ્તારમાં પતિ સાથે અણબનાવ થયા પછી અન્ય યુવક સાથે લિવ-ઇનમાં રહેતી યુવતીની પ્રેમીએ જ હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ બાબતે પ્રેમી સાથે તકરાર થતાં પ્રેમીએ યુવતીને રહેંશી નાંખી હતી. યુવક હત્યા કર્યા પછી ઘરેથી ફરાર થઈ ગયો છે.
બીજી તરફ સપના શંભુ આરી નામના ઓરીસ્સાના યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંને લિવ-ઇનમાં રહેવા લાગ્યા હતા. શંભુ એમ્બ્રોડરી મશીનના કારખાનામાં કામ કરે છે. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી બંને વચ્ચે સંબંધો બગડ્યા હતા.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે અમરેલોલી મહાવીરધામ વિભાગ-1માં રહેતી સપના મુકેશ શાહ(ઉ.વ.35) નામની બંગાળી યુવતીના અગાઉ મુકેશ શાહ સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંને વચ્ચે મનમેળ ન થતાં પતિ સપનાને છોડીને મુંબઈ જતો રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -