સુરતઃ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની કામલીલા, ચેમ્બરમાં આખી રાત મહિલા સાથે ગુજારી
પત્નીએ જ કઢંગી હાલતમાં પતિને અન્ય મહિલા સાથે ઝડપી પાડ્યાં હતાં. જોકે શરમ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પત્નીએ કોઈ પણ લીગલ કાર્યવાહી ન કરી મોટી ઉંમરે રોમિયોગિરી કરતા પતિને માફ કરી દીધો હતો. ત્યારબાદ થોડા સમય માટે રંગીન દુનિયાથી દૂર રહેલા આ મેડિકલ ઓફિસર ફરી આ દેખાવડી મહિલાના પ્રેમમાં પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગભગ એક વર્ષ પહેલાં જ આ રંગીન સ્વભાવના મેડિકલ ઓફિસર એક પેરામેડીકલ મહિલા (EMT) બહેનપણી સાથેની પ્રેમલીલા કરતાં ઝડપાયા હતાં. એટલું જ નહીં પણ આ મેડિકલ ઓફિસર વેસુમાં રહેતા એક મિત્રના રૂમમાંથી મહિલા બહેનપણી સાથે નિઃવસ્ત્ર હાલતમાં પત્નીના હાથે પકડાઈ ગયા હતાં. જે મામલો બાદમાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો.
અગાઉ પણ આ મેડિકલ ઓફિસર વેસુના એક મિત્રના એપાર્ટમેન્ટના રૂમમાંથી પેરામેડીકલ સ્ટાફની પૂર્વ EMT મહિલા સાથે રંગેહાથે ઝડપાઇ ચુક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મેડિકલ ઓફિસ આ પહેલા પણ વિવાદોમાં રહ્યો છે. પછી તે PM નોટ હોય, સમય કરતાં મોડા આવવાનો વિવાદ હોય કે પૂર્વ પ્રેમિકા સાથે રંગેહાથે પકડાઈ જવાનો વિવાદ આ ડોક્ટરને તો બસ મનમાની કરતા RMO કે સુપ્રીન્ટેન્ડન્ટ પણ રોકી શક્યા નથી.
સિવિલના એક કર્મચારીએ જાણકારી આપી કે, નાઇટ ડ્યૂટીમાં આ મેડિકલ ઓફિસર આખી રાત એક મહિલા મિત્ર સાથે રહ્યા હતા. દર્તી આવે ત્યારે બહાર આવતા હતા. બાદમાં પાછા મહિલા ફ્રેન્ડ પાસે જતા હતા. જે જોઈ ત્યાં હાજર સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. 22 મેના રોજ રાત્રે 9થી લઈને 23 મેના રોજ સવારે 6-30 વાગ્યા સુધી ટ્રોમા સેન્ટરમાં ચાલેલી પ્રેમલીલા ત્યાં હાજર સૌ કોઈએ નજરે જોઈ. જાણકારી અનુસાર આ પહેલા આ મહિલા ઓફિસરને એકાંતના સમયે મળવા આવતી હતી.
સુરતઃ સુરત હોસ્પિટલમાં હાલમાં મેડિકલ ઓફિસરની કામલીલાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. રાત્રીના સમયે મેડિકલ ઓફિસર આખી રાત એક મહિલા સાથે ચેમ્બરમાં રહેતા ત્યાં હાજર કર્મચારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. મહિલા લાજપોરની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ મહિલા પ્રેમમાં એટલી ગળાડૂબ છે કે તે મેડિકલ ઓફિસરને મળવા રાત્રીના કોઈ પણ સમયે આવતી હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -