✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરત: જાહેરમાં આતંક મચાવનાર હસીના આવી દેખાય છે, કયા નામે ઓળખાય છે, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Mar 2018 01:17 PM (IST)
સુરત: જાહેરમાં આતંક મચાવનાર હસીના આવી દેખાય છે, કયા નામે ઓળખાય છે, જાણો વિગત
1

2

3

4

5

6

7

ધૂળેટીના દિવસે સામે આવેલા સમગ્ર પ્રકરણનો વીડિયો થોડા દિવસો બાદ વાયરલ થતાં પોલીસ કમિશનરે પણ તપાસના આદેશ આપી દીધા છે.

8

બ્યૂટી અને બ્રેઈન સાથે લુખ્ખાગીરી પર હોળીના દિવસે ઉતરેલી અસ્મિતા ગોહિલનો વીડિયો કોર્પોરેટર ભરતે ઉતારી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી ત્યાં સુધીમાં આ ભૂરી અને તેના સાગરિતો નાસી ગયા હતાં.

9

ભૂરીનું સાચું નામ પણ અસ્મિતા હોવાથી તેની તુલના સામાન્ય રીતે લોકો ફૂલન સાથે કરે છે. જોકે, આ અસ્મિતા ગોહિલ ભૂરી લેડી ડોનના નામે પંકાયેલી છે. બન્ને વચ્ચે સામ્યતા છે તેમ ભિન્નતા પણ છે. પેલીનો ત્રાસ સામાન્ય લોકોને નહોતો. જ્યારે આ ભૂરી ડોન લુખ્ખાગીરી પર ગમે ત્યારે ઉતરી આવતી હોવાનું સામે આવ્યું છે.

10

વરાછા વિસ્તારમાં અગાઉના સમયમાં અસ્મિતા મકવાણા નામની માથાભારે મહિલા હતી. જે રૂપાળી નહોતી પણ કામ તેના પણ એવા જ હતાં. અસ્મિતા મકવાણા જે તે સમયે ફૂલનના નામે જાણી હતી.

11

અસ્મિતા ગોહીલ ઉર્ફે ભૂરી વરાછા વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર વખતે પણ સૌ પ્રથમ લાઈમ લાઈટમાં આવી હતી. ગોલ્ડન અને તેની બહેનની સાથે ભૂરીનું નામ પણ ચર્ચાયું હતું. જોકે તે કેસમાં ભૂરીનો રોલ મહત્વનો ન હોવાથી તેણી માત્ર ચર્ચામાં જ આવી હતી. ત્યાર બાદમાં આ કેસમાં તેના વિરુદ્ધ કોઈ તપાસ થઈ નહોતી. હાલ ત્રિપલ મર્ડર કેસના તમામ આરોપી જેલવાસ ભોગવી રહ્યાં છે.

12

મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહીલને ગેંગના લોકો ભૂરીના નામે બોલાવે છે. ઉનામાં પાંચ બહેનોમાંથી આ અસ્મિતા નામની ઉર્ફે ભૂરી આઉટ લાઈને ચડી ગઈ હોવાનું તેમના નજીકના લોકોએ જણાવ્યું હતું. આ સાથે ભૂરી છેલ્લા કેટલાંક સમયથી સંજય નામના તેના કથિત પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હોવાનું પણ સામે આવ્યું છે અને આ સંજય સાથે જ ભૂરી આતંક મચાવે છે.

13

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં ધૂળેટીના દિવસે આતંક મચાવનારી ખૂબસૂરત યુવતી અને તેની સાથેના યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે પોલીસ કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહિલ નામની આ યુવતી એકા-એક લાઈમ લાઈટમાં આવી ગઈ હતી. જોકે હજુ તેની નાની મોટી ગુંડાગીર્દી જ હોવાથી પોલીસ પાસે પણ તેણી પુરતી વિગતો નથી.

  • હોમ
  • સુરત
  • સુરત: જાહેરમાં આતંક મચાવનાર હસીના આવી દેખાય છે, કયા નામે ઓળખાય છે, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.