Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં સ્વામીનારાયણ મંદિરના ચતુરર્ભુજ સ્વામી પોલીસ સ્ટેશનમાં થયા હાજર
આ અરજી બાદ સરથાણા પોલીસ એક મહિના પછી હરકતમાં આવી અને જમીન દલાલ અને સાક્ષીઓના નિવેદનો લઈને ગોંડલના ચતુરર્ભુજ સ્વામી અને મહિપતસિંહ સોલંકી સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. જમીન દલાલ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજ રોજ હાઈકોર્ટ દ્વારા ચતુરર્ભુજ સ્વામી અને મહિપતસિંહ સોલંકીને હાજર થવાનો આદેશ આપ્યો હતો અને ચતુરર્ભુજ સ્વામીની ધરપકડ પર સ્ટે મૂક્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ ચતુરર્ભુજ સ્વામી સરથાણા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને નિવેદન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂની ચલણી નોટની કરોડો રૂપિયાની રકમ લઇને અઠવાડિયામાં નવી નોટમાં આ રકમ પરત આપવાનું ચતુરર્ભુજ સ્વામીએ વચન આપ્યું હતું. છતાં આ રૂપિયાની પરત ચૂકવણી ના થતાં ભરતભાઇએ ચતુરર્ભુજ સ્વામી સહિત ચાર જણા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી.
સુરતઃ ગોંડલના ચતુરર્ભુજ સ્વામી કરોડો રૂપિયાની લેવડદેવડ કરતા સ્ટીંગ ઓપરેશનમાં ઝડપાઇ ગયા બાદ સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ફરિયાદને મહિનો થઇ ગયો હોવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી ના કરતા ફરિયાદીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને પગલે ચતુરર્ભુજ સ્વામી સરથાણા પોલીસ મથકે નિવેદન નોંધાવવા પહોંચ્યાં હતાં.
મળતી વિગતો અનુસાર, સુરતના જમીનદલાલ ભરતભાઇએ કમિશનની લાલચે તેના એક સંબંધી મારફતે ગોંડલના ચતુરર્ભુજ સ્વામીને 2.51 કરોડ ની રકમ આપી હતી. ભરતભાઈએ આ રકમ જંયતિ કોટડીયાને આપી. જેણે જયેશને આપી બાદમાં જયેશે ચિરાગને આપી અને ચિરાગે ગોંડલના ચતુરર્ભુજ સ્વામીને આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -