સુરતઃ પતિની ગેરહાજરીમાં પ્રેમિકા સાથે સેક્સ માણતો હતો પ્રેમી ને પ્રેમિકાના દીકરા જાગી ગયા, પછી શું થયું?
સુરતઃ વડોદગામમાં પ્રેમીએ પ્રેમિકાની તેના બાળકોની નજર સામે જ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિની ગેરહાજરીમાં મજા કરવા આવેલા પ્રેમી સાથે કોઈ બાબતે તકરાર થતાં ઉશ્કેરાયેલા યુવકે બાળકોની નજર સામે જ યુવતીની હત્યા કરી નાંખી હતી અને પછી ફરાર થઈ ગયો હતો.
રાતે લગભગ 9.30 વાગ્યે અજય અને નંદિની વચ્ચે કોઈ વાતે ઝઘડો થતાં અજય ઉશ્કેરાઇ ગયો હતો અને નંદિનીના બે માસૂમ દીકરાની નજર સામે જ નંદિનીને માથે બોથડ પદાર્થના ઘા મારી દીધા હતા. જેને કારણે નંદિની ત્યાં જ ઢળી પડી હતી.
રાત્રે 12.30 વાગ્યે સંજય ઘરે આવતાં તેણે લોહીથી લથબથ હાલતમાં પત્નીને જમીન પર પડેલી જોઇ હતી. બીજી તરફ ડરના માર્યા બંને બાળકો કલ્પાંત કરી રહ્યા હતા. તેમને સંજયે પૂછતાં તેમણે આખી વાત કરી હતી. આ પછી સંજય ગંભીર પત્નીને 108થી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં સારાવર દરમિયાન તેનું મોત થયું હતું.
અજય અને નંદિનીનું પ્રેમપ્રકરણ સામે આવી જતાં અજયે સંજય અને તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ પછી પણ આ અફેરનો અંત આવ્યો નહોતો અને સંજયની ગેરહાજરીમાં તેઓ મળતા હતા. ત્યારે ગઈ કાલે સોમવારે સંજય કામે ગયા પછી રાતે અજય નંદિનીને મળવા માટે આવ્યો હતો.
નંદિનીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તેના તેના પુત્રોનું નિવેદન લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અજયને પકડી પાડ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. પત્નીનું લફરું સામે આવ્યા પછી પાંચ-પાંચ વાર પતિએ મકાન બદલી નાંખ્યું હતું.
સંજયની ગેરહાજરીમાં અજય નંદિનીના ઘરે આવતો હતો અને બંને ઘરમાં જ રંગરેલિયા કરતાં હતા. એક મહિના પહેલા અજય અને નંદિની ઘરમાં મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક સંજય ઘરે આવી જતાં તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ સમયે સંજયે તેને પોલીસને હવાલે કરી દીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ બિહારના અને વડોદના ગણેશનગરમાં બે દીકરા અને પત્ની નંદિની સાથે સંજય ગુપ્તા પરિવાર સાથે રહે છે. તેની પત્ની નંદિનીને છેલ્લા ત્રણ વર્ષથી મિલમાં જ કામ કરતાં અને આશીર્વાદ નગરમાં રહેતા અજય સાથે અફેર હતું.