સુરતઃ PSIની ભાભીનું સર્વિસ રિવોલ્વરની ગોળી વાગવાથી રહસ્યમય મોત, જાણો વિગત
આ અંગેની વિગતો એવી છે કે, સુરત ઝોન-2માં રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ભરત પ્રધાન પરિવાર સાથે રાંદેર પોલીસ લાઇનમાં રહે છે. તેઓ વર્ષ 2010થી પોલીસ લાઇનમાં રહે છે. ત્યારે પીએસઆઇના ભાભી સ્મિતાબેન હિમ્મતભાઈ પ્રધાન (ઉ.વ.35)એ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી પ્રમાણે સ્મિતાબેનના પતિનું થોડા સમય પહેલાં જ બીમારીમાં મોત થયું હતું. આ પછી સ્મીતાબેન ડિપ્રેશનમાં રહેતા હતા. જેને કારણે તેમણે આપઘાત કર્યો હોવાની ચર્ચા છે. જોકે, ઘટનાસ્થળેથી કોઈ સૂસાઇડ નોટ મળી આવી નથી. પોલીસ તપાસ પછી જ સાચું કારણ સામે આવશે.
સુરતઃ રાંદેર પોલીસ લાઇનમાં રહેતા PSIના ભાભીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જોકે, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -