સુરતઃ યુવતીએ પ્રેમીને પોતાના બર્થ-ડે પર મળવા બોલાવ્યો, જાણો પછી શું થયું?
સુરતઃ ઓલપાડના યુવકને તેના જ ગામની પરિણીતા સાથે પ્રેમસંબંધ બાંધવો ભારે પડી ગયો છે. પરિણીતાના ભાઈને બહેનના પ્રેમસંબંધની જાણ થતાં ભાઈએ બહેનના પ્રેમી અને તેના બે મિત્રોને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. પરિણીતાએ બર્થ-ડે પર જૂના પ્રેમીને સુરત બોલાવ્યો હોવાની જાણ થતાં ભાઈએ હુમલો કર્યો હતો.
લોહીલૂહાણ થયેલા સનીને સુરત રામનગર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ દરમિયાન વચ્ચે પટેલે ચંપક પરભુ પટેલ અને મિતેષ ગણપત પટેલને પણ છરી વાગતાં સામાન્ય ઇજાઓ થઈ હતી. તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. આ મુદ્દે સનીની વિધવા માટે કપિલા પટેલે મિતેષ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મિતેષ અરવિંદ પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ઓલપાડ તાલુકાના કુંકણી ગામે નવાપપરા ફળિયામાં સની ઉર્ફે જૈનેક્ષ પટેલ રહે છે. ગત સોમવારે રાતે સની તેના મિત્રો સાથે દુકાન બહાર બેઠો હતો, ત્યારે કુંકણી ગામે રહેતો મિતેષ પટેલ ત્યાં આવ્યો હતો અને પરિણીત બહેન સાથે પ્રેમસંબંધ મામલે દુઃખ રાખી સનીને લાફા માર્યા હતા. એટલું જ નહીં, પાંસળી અને જાંઘ પર ચપ્પનો ઘા પણ કરી દીધો હતો.