✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ હાર્દિકથી ફફડી ગઈ સુરત પોલીસ, ભાજપના બે કાર્યકરની ધરપકડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2017 10:43 AM (IST)
1

સુરતઃ ડો.ઋત્વીજ પટેલની રેલીમાં હંગામા મામલે સુરત પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર બે ભાજપના કાર્યકરોની ધરપકડ કરી છે. હાર્દિક પટેલ અને પાસના કાર્યકરો પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરે તે પહેલા ભાજપના બે કાર્યકરોની ધરપકડ કરી હતી, પણ તેમની સામે માંગુકીયા પર હુમલાના બદલે હળવી કલમો લગાડવામાં આવી છે. આમ, પોલીસ ભાજપના કાર્યકરોને છાવરવાનો પ્રયાસ કરી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

2

આ બનાવ બાદ સરથાણા પોલીસે વિજય માંગુકિયા,ધાર્મિક માલવિયા સહિત 19 પાટીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. જ્યારે વિજય માંગુકિયાએ પુણા પોલીસને ફરિયાદ આપી તો પુણા પોલીસે કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવાના બદલે નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કર્યો હતો. જેથી પાટીદારોમાં પોલીસ અને સરકાર પ્રત્યે રોષ ફાટી નિકળ્યો હતો.

3

તા. 31મી જાન્યુઆરીના રોજ સરથાણા-પુણા વિસ્તારમાં પ્રદેશ ભાજપ યુવા મોર્ચાની રેલી હતી. તે રેલીનો વિરોધ કરવા માટે પાટીદારોએ રેલીમાં જોડાયેલા ભાજપીઓ પર ઇંડા-ટામેટા અને ખંજવાળવાળી શાહી ફેંકી હતી. જેમાં વિજય માંગુકિયા સહિત બે પાટીદારોને ઇજા થઇ હતી. વિજય માંગુકિયાને સારવાર માટે સ્મીમેરમાં ત્રણ દિવસ સુધી દાખલ કરાયો હતો.

4

ભાજપના કાર્યકરો કાંતી સાંગળીયા અને ઋષી પટેલની કલમ 151 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે, તેમ પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું. જોકે, હજુ સુધી વિજય માંગુકીય પર હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી નથી.

  • હોમ
  • સુરત
  • સુરતઃ હાર્દિકથી ફફડી ગઈ સુરત પોલીસ, ભાજપના બે કાર્યકરની ધરપકડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.