સુરતથી શરૂ થશે નવી ટ્રેન, માત્ર અઢી કલાકમાં પહોંચાડશે મુંબઈ, જાણો અન્ય વિગત
ઉપરાંત દરેક કોચમાં સીસીટીવી ફિટ કરાયા છે, જીપીસીએસ સિસ્ટમ આધારીત ઈન્ફર્મનેશન સિસ્ટમ અને સ્મોક ડિટેક્સન સિસ્ટમ મૂકાઈ છે. એપ્રિલ બાદ આ ટ્રેન ચાલુ થવાની શક્યતા છે. આ ટ્રેન 130 કિલોમીટરની સ્પીડે દોડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેજન ટ્રેનમાં ગોલ્ડન રંગના કોચ હશે, ઉપરાંત વાઈફાઈની સુવિધા, કોચમાં એન્ટરટેઇનમેન્ટ સ્ક્રિન, ઈયરફોન સહિત 22 પ્રકારના ફિચર્સ, એક્સિક્યૂટિવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ કરાયો છે. તેજસ ટ્રેનમાં બોયો વેક્યુમ ટાઈપ ટોયલેટ મૂકાયા છે, સેન્સર યુક્ત નળ, હેન્ડ ડ્રાયર તથા શોપ અને ટિશ્યૂ પેપર ડિસ્પેસરની સુવિધા મળશે.
વિમાનમાં બેઠેલા યાત્રીઓને જે પ્રકારે સુવિધા મળે છે. તે પ્રકારની સુવિધા તેજસ ટ્રેનમાં આપવામાં આવશે. રેલવેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે શતાબ્દી એક્સપ્રેસના ભાડા કરતા તેજસ ટ્રેનનું ભાડું વધુ હશે. માટે યાત્રીઓએ શતાબ્દીની ભાડા કરતા 20થી 30 ટકા વધુ ભાડું ચુકવું પડશે.
ટ્રેનના કોચ હાઈ ટેક્નોલોજીવાળા એન્ટરટેઇનમેન્ટ યુનિટો, વાઈફાઈ સુવિધા, બ્રેલ ડિસપ્લે અને કોફી મશીન વગેરે જેવી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. ટ્રેન એપ્રિલ બાદ શરૂ થયા તેવી શક્યતા છે.
રેલવેમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે, ગયા વર્ષે બજેટમાં અમે હમસફર, અંત્યોદય, ઉદય અને તેજસ એમ ચાર નવી ટ્રેન ફાળવી હતી. જેમાંની અત્યાધુનિક, કોમ્ફર્ટેબલ અને એન્ટરટેઇનમેન્ટવાળી તેજસ ટ્રેન ટૂંક સમયમાં સુરત-મુંબઈ વચ્ચે દોડશે.
સુરતઃ દેશનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર ગણાતા સુરતમાં રેલવેએ નવી હાઇસ્પીડ ટ્રેન ટૂંક સમયમાં દોડાવવાની જાહેરાત કરી છે. સુરત અને મુંબઈ વચ્ચેની આ તેજસ ટ્રેન બે-અઢી કલાકમાં પહોંચાડી દેશે. આ ટ્રેન ચાલશે તેમાં આસરે એક લાખ કરોડનું રોકાણ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -