ભાજપના નેતાએ કઈ 5 સ્ટાર હોટલમાં યુવતી સાથે બાંધેલા સંબંધ? પોલીસે જઈને કર્યું પંચનામું
પીડિતાએ જંયતિ ભાનુશાળી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી જંયતિ ભાનુશાળીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જંયતિ ભાનુશાળઈ વિરુદ્ધ બળાત્કારના આરોપોને સુરત પોલીસ જંયતિ ભાનુશાળીની શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂગર્ગમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદની ઉમેદ હોટલે આવી પહોંચી હતી અને રૂમમાં પંચનામું કર્યું હતું. પોલીસે પીડિતાને સાથે રાખીને તપાસ કરી રહી છે.
અમદાવાદ: સુરતના વરાછાની યુવતીને એડમિશન અપાવવાના બહાને બળાત્કાર કરનારા ભાજપના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળીની હાલ સુરત પોલીસ શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવી હતી અને તની હાજરીમાં હોટલની રૂમનું પંચનામું કરવામાં આવ્યું હતું.
સુરતની યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપનો સામનો કરી રહેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની કુકર્મકથામાં વધુ એક ફણગો ફૂટ્યો છે. જયંતી ભાનુશાળીના અન્ય યુવતી સાથે સંબંધો હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદના ઉમેદ હોટલે પહોંચી હતી. જ્યાં પીડિતાને સાથે રાખીને હોટલની રૂમમાં પંચનામું કર્યું હતું ત્યાર બાદ હોટલમાં પણ તપાસ કરી હતી. જ્યાર સુરત પોલીસને મીડિયાના ડરથી હોટલના પાછલા દરવાજાથે લઈને રવાના થઈ ગઈ હતી. અમદાવાદના અન્ય સ્થળો પર સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.