✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ PSIની ભાભીનું સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2018 10:29 AM (IST)
1

સ્મિતાબેને પરિવારના સભ્યો મંદિરે ગયા હોય અને ફક્ત સસરા જ ઘરે હતા ત્યારે સર્વિસ રિવોલ્વર કબાટમાંથી કાઢીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર મંદિરેથી પરત ફર્યો ત્યારે ઘરનો દરવાજો ન ખોલતા આખરે દરવાજો તોડવાની ફરજ પડી હતી.

2

રાંદેર પોલીસ લાઈનમાં આવેલી બી-3માં રહેતા અને ઝોન-2માં રીડર ભરત પરધનેની ભાભી સ્મિતા(ઉ.વ.35)એ મંગળવારે સવારે 8.30 કલાકે સર્વિસ ગનથી આપઘાત કરી લીધો હતો. તેમણે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મને માફ કરજો, હું હેમંત વગર રહી શકુ તેમ નથી. પતિના અવસાન બાદ પત્ની ડિપ્રેશન રહેતી હતી. જેના કારણે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

3

હવે માતાએ સૂસાઇડ કરી લેતા બન્ને સંતાનોએ માતા-પિત બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. સ્મિતાબેને આપઘાત કર્યો તે સમયે સસરા રૂમમાં છાપુ વાંચતા હતા. જોકે, તેમને ફટાકડા ફોડતા હોય એવુ લાગ્યું હતું. અગાઉ સ્મિતાબેન વતનમાં પણ બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

4

સુરતઃ ગઈ કાલે સવારે પરિવારના સભ્યોની ગેરહાજરીમાં રાંદેર પોલીસ લાઇનમાં રહેતા પીએસઆઇના ભાભીએ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યા કેસમાં મૃતકની સૂસાઇડ નોટ સામે આવી છે, જેમાં તેમણે આત્મહત્યા કેમ કરી તેનો ખુલાસો કર્યો છે.

5

પોલીસે પાડોશીઓના પણ આ મામલે નિવેદન લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી પતિને ઉદ્દેશીને રફ બૂકમાં પેન્સિલથી મરાઠીમાં લખેલી સૂસાઇડ નોટ મળી હતી. સેલ્સમેનનું કામ કરતા પતિનું એક વર્ષ પહેલા બિમારીથી મોત થયું હતું. પતિના મોતથી સ્મિતા ડિપ્રેશનમાં રહેતી હતી. તેમની ડિપ્રેશનની દવા પણ ચાલતી હતી.

  • હોમ
  • સુરત
  • સુરતઃ PSIની ભાભીનું સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.