સુરતઃ જેલમાં બંધ પતિને મળવા આવેલી રાજકોટની યુવતીને VHPનો નેતા લઈ ગયો ફાર્મહાઉસમાં ને માણ્યું સેક્સ, પછી શું કહ્યું?
માહિતી પ્રમાણે બન્ને છેલ્લા એક દોઢ મહિનાથી ફોન અને વોટ્સએપથી સંપર્કમાં હતા અને શનિવારે મહિલા રાજકોટથી મળવા માટે આવી હતી. મહિલાના કેહવા મુજબ શનિવારે તે રોજકોટથી સુરત આવી હતી અને પલસાણાના ટી પોઈન્ટ પાસે ભૂલી પડી ગઈ હતી ત્યારે ગભરુ ભરવાડ કાર લઇને તેની પાસે આવ્યો હતો અને મદદ કરવાને બહાને એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હતો ત્યાં પેહલેથી બીજા બે જણા દારૂ પી રહ્યા હતા અને આ ત્રણેયએ મળીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ગેંગરેપ નહીં પરંતુ માત્ર ગભરુએ જ દુષ્કર્મ કર્યુ હોવાની વાત મહિલાએ પોલીસને કહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ રાજકોટની એક મહિલાએ સુરતના વિશ્વ હિન્દુ પરિષદના નેતા સામે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ સુરત ગૌરક્ષા સમિતિના પ્રમુખ ગભરુ ભરવાડ સામે આરોપ લગાવ્યો છે કે તેને એક ફાર્મહાઉસમાં લઇ જઇને સેક્સ માણ્યું હતું. જ્યારે આ મામલે સામા પક્ષે ગભરુ ભરવાડે પણ આ મહિલા સામે હનીટ્રેપ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
મામલે વધતા સામે પક્ષે ગભરુ ભરવાડે પણ પોલીસને મહિલા સાથે થયેલી વાતચીત અંગેના સ્ક્રીનશોટ પોલીસને બતાવ્યા હતા. મોડી રાત્રે પીડિતાને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
મહિલાની ફરિયાદ અનુસાર, પીડિત મહિલા જ્યારે લાજપોર જેલમાં બંધ પોતાના પતિને મળવા ગઇ ત્યારે દરમિયાન ગૌરક્ષા સમિતિના પ્રમુખ તેણીને ફાર્મહાઉસમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ વાત બાદમાં શનિવારે સાજે સચિન પોલીસ મથક પર પહોંચી હતી. જ્યાં તેણે વિશ્વ હિંદુ પરિષદના ગૌરક્ષા વિભાગના સુરતના પ્રમુખ ગભરુ ભરવાડ સામે દુષ્કર્મ આચર્યુ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જોકે, સામે પક્ષે ગભરુ ભરવાડે પણ મહિલા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હોવાનું જાણવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -