સુરત: બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી ભાગી છૂટેલા અનિલે બિહાર જઈને કુટુંબી ભાઈને શું કહ્યું હતું? જાણો વિગત
આ ઉપરાંત માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી લાશને જે ભાડાના રૂમમાં રાખી આરોપી બિહાર નાસી ગયો હતો. તે રૂમના તાળાની ચાવી પણ ગુનાના મુદ્દામાલ તરીકે કબજે કરવાની છે. પોલીસ સમગ્ર ઘટના અંગે આરોપીની પૂછપરછ કરી રહી છે.
આરોપી અનિલ યાદવના 10 દિવસના રિમાન્ડની માંગમાં તેનો સ્માર્ટ ફોન કબજે કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. જે હાલમાં આરોપી અનિલ યાદવ પાસે મળી આવ્યો નથી. આરોપીએ પોતે પોર્ન વીડિયો જોયા બાદ હવસ સંતોષવા બાળકીને ભોગ બનાવીને હત્યા કરી હોવાનું જણાવ્યું હોઈ લિંબાયત પોલીસે આરોપીનો સ્માર્ટ ફોન તથા પોર્ન વીડિયો અંગે માહિતી મેળવી ગુનાના મુદ્દામાલ તરીકે કબજે કરવા રિમાન્ડ માંગ્યા છે.
અનિલ વતન પહોંચાત કુંટુબી બાઈ વિનોદે અચાનક આવવાનું કારણ પૂછતાં અનિલે માત્ર એટલું જ કહ્યું હતું, મેરે સે એક ગલતી હો ગઈ હૈ. જોકે, શું થયું તે તેણે જણાવ્યું ન હતું. અંતરીયાળ ગામ હોવાથી વિનોદને પણ સોશિયલ મીડિયા કે ન્યુઝ ચેનલ મારફતે તે બનાવની જાણ થઈ ન હતી.
દુષ્કર્મ બાદ બાળકી રડતી હોય તેને શાંત કરવા અનિલે મોઢું દબાવ્યું હતું. તેથી બાળકી બેભાન થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ પોતાનો ભાંડો ફૂટી જશે તે બીકે અનિલે તેની હત્યા કરી હતી અને બહાર લોકો-પોલીસ બાળકીની શોધખોળ કરતા હોય તે અંદર જ બેસી રહ્યો હતો અને મળસ્કે બહાર ભીડ ઓછી થતાં તે રૂમને તાળું મારી ફરાર થઈ ગયો હતો.
સુરત: સુરતના લિંબાયતની સાડા ત્રણ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કર્યા બાદ વતન ભાગી છૂટેલા અનિલ યાદવને લઈ સુરત પોલીસની ટીમ ગતરોજ પરત ફરી હતી. ગત રવિવારે રાત્રે અનિલ દારૂના નશામાં પોતાના રૂમમાં એકલો મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો જોઈ રહ્યો હતો ત્યારે બાળકી રૂમમાં આવી જતાં અનિલે તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું.