સુરતઃ સ્વામીનારાયણ સાધુએ પહેલીવાર સેક્સ માણ્યા પછી શું આપી હતી ધમકી? વાંચો, પીડિતાની આપવીતી
આ અંગેની વિગતો એવી છે કે, જહાંગીરપુરામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)એ કતારગામના ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા કરુણસ્વરૂપ સ્વામી સામે બળાત્કારની ફરિયાદ કરી છે. માતાની આંગળીના ઓપરેશન માટે પૈસાની જરૂર હોય, તે સ્વામી પાસે ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુએ યુવતીને પૈસાની લાલચ આપીને બે-બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીની ફરિયાદને આધારે પોલીસે સાધુની ધરપકડ કરી લીધી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાધુએ બળાત્કાર ગુજાર્યા પછી કોઈને કહેશે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, બળાત્કાર ગુજાર્યા પછી પૈસા પણ આપ્યા નહોતા.
મારા માતા-પિતાએ મને ગભરાયેલી હાલતમાં જોઈને, શુ થયું છે એમ કહીને પૂછવા લાગ્યા હતા. મેં મારા માતા-પિતાને સાધુની હરકતો બાબતેની હકીકતો જણાવી હતી. ત્યારબાદ મારા ભાઈ ત્યાં આવી ગયા હતા. તેણે મહિલા હેલ્પલાઈન 181ને ફોન કર્યો હતો. 181ની મહિલા પોલીસ અને કાઉન્સેલરને મારી આપવીતી જણાવતા તેઓ મને અને માતા-પિતાને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
હું 23મી તારીખે મમ્મી-પપ્પા સાથે ડભોલી આવી હતી. મેં મારી માતાને કહેલ કે મારે થોડું કામ પતાવી આવું છું. એમ કહી હું ડભોલી સ્વામીનારાયણ મંદિરે ગઈ. તે વખતે સાધુ મને એક રૂમમાં લઈ ગયા. રૂમનો દરવાજો બંધ કરી સાધુએ મારી સાથે બળજબરી કરી. ફરી તારી બદનામી કરી નાંખીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. હું મંદિરમાંથી નીકળીને ડભોલી ચાર રસ્તા પાસે આવી હતી.
યુવતીએ જણાવ્યું હતું કે, સાધુએ મને પૈસા પણ ન આપ્યા. બીજીવાર આવીશ ત્યારે તને ઓપરેશનના પૈસા આપીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. અઠવાડિયા પછી સાધુનો મારી ઉપર ફોન આવેલો. પૈસા લેવા માટે મંદિરે આવવાનું જણાવ્યું હતું.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ડભોલી ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ મંદિરે બપોરના સમયે ગઈ હતી. ત્યારે મને એક સાધુ મળ્યો. તેણે કહ્યું કે મેં જ તમારી સાથે ટેલિફોન પર પૈસાની વાત કરી હતી. સાધુએ પૈસા આપવાની વાત કરીને મને એક રૂમમાં લઈ ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરી મારી સાથે બળજબરી કરી. મારી સાથે બદકામ કરી આ વાત કોઈને કરશે તો સમાજમાં તારી બદનામી કરી નાંખીશ, એવી ચિમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -