સુરતમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓની પોલીસે કરી અટકાયત, જાણો કોણ-કોણ થયા જેલ ભેગા
અરવલ્લીના વતની રવિ વિજય શાહની બેનના લગ્નનું ફંકશન હતું. આ દરમિયાન રવિ સહિત તેના મિત્રોએ આલિશાન બિલ્ડીંગના ફ્લેટ નંબર 1002માં દસમા માળે દારૂની મહેફિલ શરૂ કરી હતી. જેમાં દારૂ પિધા બાદ તોફાન કરતા કોઈએ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફ્લેટમાંથી 9 નબીરાને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. જેમની ધરપકડ કરાઈ છે તેમાં રાજ દિપક મહેતા (ઉ.વ.આ.23) રહે મુંબઈ.રવિ વિજય શાહ,(ઉ.વ.આ.27) રામ પાર્ક સોસાયટી મોહાસાનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અકુર અશોક કોઠારી(ઉ.વ.24) તમિલનાડુ.પલાસ ભરત શાહ(ઉ.વ.24) મુંબઈ.ધ્રુવ અરવિંદ શાહ (ઉ.વ.આ.24) સુરત. અક્ષેસ દિલીપ શાહ (ઉ.વ.23) સુરત.આયુષ સંજય હડલાલકા(ઉ.વ.આ.23) મુંબઈ.આકાશ અનિલ ગર્ગ ફ્લેટ ધારક અતિત મુકેશ શાહ- મુંબઈની પણ ધરપકડ કરાઈ છે.
સુરત: સુરતના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા આલિશાન એપાર્ટમેન્ટમાંથી દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓ ઝડપાયા હતાં. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં 9 નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યા હચા, પોલીસે તમામની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -