સુરતઃ પાસના માંગુકિયાને ચાર લોકો ઉપાડી ગયાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતાં પોલીસ થઈ દોડતી, છેવટે શું આવ્યું બહાર ? જાણો
આ ઘટના બનતા ભાજપના કાર્યકરોએ ભેગા મળી વિજય માંગુકિયાને ઢોરમાર માર્યો હતો. વિજય માંગુકિયાને સારવાર માટે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માંગુકિયાને વહેલી સવારે લઈ જનારા લોકો કોણ હતા તે અંગે પોલીસે સ્પષ્ટતા ના કરતાં આ ડ્રામા અંગે હજુ સસ્પેન્સ જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુણા પોલીસે વિજય માંગુકિયાની પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિતના કેસમાં મેડિકલ ઓફિસરની મંજુરી બાદ ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.પાંચ દિવસ અગાઉ સુરતમાં ભાજપ યુવા મોરચાના નિયુક્ત પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલીમાં પાસના વિજય માંગુકિયાએ ઋત્વિજ પટેલ પર ઈંડા અને શાહી ફેંકતા હોબાળો મચ્યો હતો.
પોલીસ કંટ્રોલને માંગુકિયાની ધરપકડ કરાઈ હોવાની ખબર નહોતી તેથી તેણે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માંગુકિયાનો મામલો સંવેદનશીલ બની શકે તેમ હોવાથી બીજા પોલીસ સ્ટેશનના પોલીસ પણ દોડતા થઈ ગયા હતા. છેવટે પુણા પોલીસે તેની ધરપકડ કરાઈ હોવાની માહિતી આપતાં રાહત થઈ હતી.
આજે વહેલી સવારે પોલીસના ડ્રેસમાં આવેલા બે શખસ અને સાદા ડ્રેસમાં આવેલા અન્ય બે શખસ સ્મિમેર હોસ્પિટલમાંથી વિજય માંગુકિયાને ઉઠાવી ફરાર થઈ ગયા હતા. પાસના કાર્યકરો તથા હાજર પોલીસ દ્વારા દ્વારા તાત્કાલિક રીતે પોલીસ કન્ટ્રોલને જાણ કરાતા સુરત પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
પુણા પોલીસે માંગુકિયાની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે પણ એ પહેલાં ભારે ડ્રામા ભજવાયો હતો. માંગુકિયાએ ભાજપની રેલીમાં વિરોધ કર્યો પછી ભાજપના કાર્યકરોએ તેની ધોલાઈ કરતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘાયલ થયેલા માંગુકિયાને બે દિવસથી સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અમદાવાદ: સુરતમાં ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલી દરમિયાન ઈંડાં અને શાહી ફેંકનારા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકર વિજય માંગુકિયાની આજે વહેલી સવારે સુરતની પુણા પોલીસે ધરપકડ કરી હતી. મેડિકલ ઓફિસરની મંજુરી બાદ આ ધરપકડ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -