સુરત: ઉધના વિસ્તારમાં જર્જરિત કોમ્પ્લેક્સનો સ્લેબ તૂટી પડ્યો, ત્રણ લોકોને ઈજા
ઉપર રેસિડન્ટ અને નીચે નવ જેટલી દુકાન ધરાવતાં કોમ્પલેક્સ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અગાઉ ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ નોટિસ આપીને તમામને તાત્કાલિક દુકાનો ખાલી કરાવી હતી. સાથે જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનામાં દબાયેલા લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યાં હતાં. જેમાં એક નાના બાળક અને એક વડીલને પણ ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
સુરત: સુરતના ઉધના રેલવે સ્ટેશન સામે શાહ માર્કેટનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટી પડતા એક બાળક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ઉધના જીરો નંબર પર આવેલા શાહ કોમ્પલેક્સનો સ્લેબ તૂટી પડતા નીચે આવેલી નવ દુકાનમાંથી પાંચ-છ દુકાનો પર સ્લેબનો કાટમાળ પડ્યો હતો. જેથી દુકાનમાં હાજર માલિક અને અન્ય ગ્રાહકોને ઈજા પહોંચી હતી. આ ઇમારત 35 વર્ષ જૂની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -