સુરતઃ અમેરિકાની હોટલમાં પતિ પ્રેમિકા સાથે માણી રહ્યો હતો અંગત પળો ને પત્ની આવી પહોંચી, પછી....
આ અંગેની વિગતો એવી છે કે, યુવક પ્રેમિકાને લઈને અમેરિકાની એક હોટલમાં એકાંત માણવા માટે ગયો હતો. જોકે, આ અંગેની જાણ તેની પત્નીને થઈ જતાં તેની પત્નીએ તેનો પીછો કર્યો હતો અને પતિ પ્રેમિકા સાથે અંગત પળો માણી રહ્યો હતો, ત્યારે જ તે હોટલમાં પહોંચી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્ની પરિવારજનો સાથે હોટલમાં પહોંચી જતાં પતિ હેબતાઇ ગયો હતો અને પત્નીને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. આ સમયે પતિની પ્રેમિકા સાથે પત્નીએ ઝપાઝપી પણ કરી હતી. આ સમગ્ર ઘટનાનો કોઈએ મોબાઇલમાં વીડિયો બનાવી લીધો હતો. જે હાલ વાયરલ થયો છે.
સુરતઃ મૂળ ગુજરાતી યુવકને અમેરિકામાં પ્રેમિકા સાથે રંગરેલિયા માણતા પત્નીએ ઝડપી પડતા ભારે બબાલ થઈ ગઈ હતી. આ સમયનો વીડિયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે. આ પરિવાર મૂળ સુરતનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -