સુરતઃ સાઇકલ પર જતાં યુવકની છરીના ઘા મારીને હત્યા, કોણ છે યુવક ને કોણે કરી હત્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Feb 2019 09:23 AM (IST)
1
સુરતઃ ખટોદરાના ઉધના મગદલ્લા રોડ પર આવેલા સોમકાનજી એસ્ટડ પાસેથી યુવકનો હત્યા કરાયેલા મૃતદેહ મળી આવ્યો છે. જોકે, હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. આ યુવકની ઉંમર 25થી 30 વર્ષ છે. સાઇકલ લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેની હત્યા થઈ છે.
2
3
આ યુવકની હત્યા લૂંટના ઇરાદે કરાઈ હોવાની આશંકા છે. છાતીના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. સ્થાનિકોએ યુવકનો મૃતદેહ જોતા પોલીસ અને 108ને જાણ કરી હતી. ખટોદરા પોલીસે હાલ, વધુ તપાસ હાથ ધરી છે.