સુરત: વહેલી સવારે યુવક અને પત્ની બેડરૂમમાં હતાં ને પતિ આવી ગયો પછી પતિએ શું કર્યું? જાણો વિગત
સુરતઃ લિંબાયતના આસ્તિકનગરમાં પત્ની સાથેના અનૈતિક સંબંધોના કારણે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હત્યા કર્યા બાદ યુવાન સામેથી લિંબાયત પોલીસ મથકમાં જઇ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘સાહબ, મૈંને ખિચડી કો માર ડાલા હૈ’ એ સાથે જ પોલીસે હત્યારા અને તેના મિત્રની ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ સિકંદર અને ખિચડી બન્ને મિત્રો હતા. સિકંદરને બહાર જવાનું થયું હતું. બહારથી આવ્યા બાદ તે 30મીએ વહેલી સવારે સાડા ચાર વાગ્યે ઘરે પહોંચ્યો તો તેની પત્ની સાથે ખિચડી રૂમમાંથી મળ્યો હતો. જેવો સિકંદર આવ્યો કે તુરંત ખિચડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ખિચડીની હત્યા કર્યા બાદ સિકંદર સીધો જ લિંબાયત પોલીસ મથક પર પહોંચ્યો હતો. જ્યાં તેણે પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘સાહબ, મૈંને ખિચડી કો માર ડાલા હૈ.’ એ સાથે જ પોલીસે સિકંદર અને ઉમેશની ધરપકડ કરી હતી. આ ઘટના બની ત્યારે સિકંદર રાઠોડનો દોઢેક વર્ષનો પુત્ર ઊંઘી રહ્યો હતો.
લિંબાયતમાં માનવ સેવા કેન્દ્ર નજીકની શિવકૃપા સોસાયટીમાં રહેતા કિશોર ઉર્ફે ખિચડી નિવૃત્તિ પાટીલની આસ્તિકનગરમાં શરદ ઉર્ફે સિકંદર રાઠોડ અને તેના મિત્ર ઉમેશ શાંતારામ પાટીલે હત્યા કરી હતી. 30મીએ વહેલી સવારે સાડા ચાર વાગ્યે સિકંદરના ઘરે બનેલી ઘટનામાં સિકંદરે ગરદન કાપી ખિચડીની હત્યા કરી નાખી હતી.
સિકંદરે ફોન કર્યો તો ખિચડીએ રીસિવ કર્યો નહતો. આખરે સિકંદરે તેના મિત્ર ઉમેશને ખિચડીના ઘરે મોકલ્યો હતો. જેવો ઉમેશ ખિચડીને લઈ સિકંદરના ઘરે પહોંચ્યો કે તુરંત જ બન્નેએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને સિકંદરે તિક્ષ્ણ હથિયારના એક જ ઘામાં ગરદન કાપી કરપીણ હત્યા કરી નાખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -