સુરતના પરિવારની કારને મહારાષ્ટ્રના જલગાંવ નજીક થયો અકસ્માત, ત્રણનાં ઘટનાસ્થળે મોત
અકસ્માતમાં મૃતકના નામમાં મુન્નાભાઈ શેખ ઉમ્ર 46 રહે સુરત, હુમેરા શેખ ઉમર 7, શેખ હસનેન ત્રણેય પિતા પુત્રની ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા.
મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નજીક થયેલા અકસ્માતમાં ભોગ બનનાર પરિવારના સભ્યો સુરતથી 8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રિએ 2 કલાકે બે કારમાં સવાર થઈ બહેનના શ્રીમતના પ્રસંગમાં જઈ રહ્યા હતા. સુરતથી મહારાષ્ટ્રના જલગાંવ જતી વખતે સોમવારે સવારે તેમને એક અકસ્માત નડ્યો હતો.
આ ઘટનામાં કારમાં સવાર બે નાના બાળકો અને એક યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનામાં એવું જાણવા મળે છે કે, કારમાં સવાર તમામ મુસાફરો સુરતના રહેવાસી હતા.
મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નજીક સોમવારે સવારે 8 વાગેની આસપાસ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં જ્યારે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.