સુરતઃ અલ કાયદા, ISIS સાથે સંકળાયેલા કાકો-ભત્રીજો ઝડપાયા, જાણો કઈ રીતે કરી હતી આતંકીઓને મદદ
ઝફર મસુદને પાસપોર્ટ કઢાવવામાં મદદગારી કરનારા કાકા-ભત્રીજાઓની પૂછપરછની સાથે આગામી દિવસોમાં કેસમાં સુરત એસઓજી આંતકી ઝફર મસુદનો કબ્જો મેળવી તેની પણ પૂછપરછ હાથ ધરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના રાંદેર વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજાએ આ પાસપોર્ટના વેરીફિકેશનમાં મદદ કરી હોવાનું બહાર આવતા આખરે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે તપાસ બાદ સૈયદ પરવેઝ ગુરુમિયા અને શેખ યાહ્યા ગુલામ મોહમ્મદની ધરપકડ કરી હતી. મળતા અહેવાલો અનુસાર, ડિસેમ્બર, 2015માં દિલ્લીમાંથી ઝડપાયેલા આતંકી ઝફર મસુદ પાસેથી મળી આવેલા ચાર પાસપોર્ટમાંથી એક પાસપોર્ટમાં સુરતનું સરનામું હતું.
બાદમાં ઇન્ટેલિજન્ટ બ્યુરોએ સુરતમાં આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં સુરતના રાંદેર વિસ્તારના બે વ્યક્તિઓએ સાક્ષી તરીકે સહી કરી હોવાનું સામે આવતા આઇબીએ બંન્નેને દિલ્લી બોલાવી પૂછપરછ હાથ ધરી હતી.
જોકે, પૂછપરછ બંન્ને કાંઇ જાણતા નથી તેમ કહેતા આઇબીએ તેમને તે સમયે જવા દીધા હતા. જોકે પોલીસને તેમના પર નજર રાખવાની સૂચના અપાઇ હતી. તપાસ દરમિયાન ઝફરે પાસપોર્ટ કઢાવવા માટે રજૂ કરેલા રેશનકાર્ડ અને લીવિંગ સર્ટીફિકેટ બોગસ હોવાનું પણ ખુલ્યું છે. તેમજ રાંદેર રહેતા સૈયદ પરવેઝ ગુરુમિયા અને શેખ યાહ્યા ગુલામ મોહમ્મદે એ વર્ષે 2002માં મૂળ યુપીના એવા આતંકી ઝફર મસુદને પાસપોર્ટ કઢાવી આપવા માટે સાક્ષી તરીકે સહી કરી હતી.
સુરતઃ સુરતમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સાંઠગાંઠ ધરાવતા કાકા-ભત્રીજાની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે આઇએસ ગુજરાતમાં પણ પગપેસારો કરી રહ્યુ હોવાની વાતને સમર્થન મળ્યુ છે. મળતી વિગતો અનુસાર, અલકાયદા અને આઇએસ સાથે સંડોવણી ધરાવતા એક આતંકીનો પાસપોર્ટ સુરતથી ઇશ્યુ કરાયો છે.
8 ઓગસ્ટ 2016ના રોજ બંન્ને સામે ક્રાઈમબ્રાંચમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ફરીયાદ નોંધવામાં આવી હતી. ફરીયાદના આધારે એસઓજીએ બંન્ને કાકા-ભત્રીજાની ધરપકડ કરી હતી. એસઓજીએ બંન્નેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બંન્નેના 2, ઓક્ટોબરસુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -