વાસનાંધ વેલ્સી-સુકેતુના સેક્સ સંબંધો સાબિત કરવા સરકારી વકીલે શું મૂક્યા પુરાવા ? જાણો વિગતો
સરકારી વકીલે એવી દલીલો પણ કરી હતી કે આ બનાવ લૂટનો નથી પણ હત્યાનો છે. ધીરેન્દ્રના લોહીવાળા બુટ મળ્યા છે અને કેમેરામાં આરોપીઓની બનાવ સ્થળે હાજરી પણ દેખાય છે. દિશીતની હત્યા થઈ તે રૂમમાં વેલ્સી, સૂકેતુ અને ધિરેન્દ્રની હાજરી મોટો પુરાવો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુકેતુના વકીલે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સુખડવાલાએ દલીલ કરી હતી કે શહેરમાં બનતા આવા બનાવની નોંધ મીડિયા લે એ મીડિયા ટ્રાયલ ના ગણાય. મીડિયાની જવાબદારી છે કે આવા બનાવ બને તો નોંધ લે.
વેલ્સીના પ્રેમી સૂકેતુ અને ડ્રાયવર ધિરેન્દ્રસિંહની જામીન અરજી પર ગુરૂવારે સરકાર પક્ષની અધૂરી રહી ગયેલી દલીલો સુખડવાલાએ પૂરી કરી હતી. વેલ્સી અને સૂકેતુ વચ્ચે પ્રેમનો શું પુરાવો એવી દલીલ કરાઈ હતી. તેનો પણ તેમણે જવાબ આપ્યો હતો.
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે વેલ્સી અને સૂકેતુ મામા-ફોઇના પિતરાઈ ભાઈ-બહેન થતાં હોવા છતાં બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેમનો પ્રેમનો સંબંધ દિશીતની હત્યા સુધી દોરી ગયો એ સૌથી મોટો પુરાવો છે.
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે વેલ્સી અને સુકેતુ પિતરાઈ ભાઇ-બહેન હોવા છતાં હોટલમાં મળતાં હતાં, સીસીટીવી કેમેરા બંધ કરાવી દેવાતા હતા અને એક કલાક સુધી રૂમમાં એકાંત માણતાં એ તેમના સેક્સ સંબંધોનો પુરાવો છે.
સુરતઃ ચકચારી દિશીત જરીવાલાના હત્યા પ્રકરણમાં સંડોવાયેલી તેની પત્ની વેલ્સી અને તેના પિતરાઈ સુકેતુ વચ્ચે સેક્સ સંબંધો નહોતા તેવી વેલ્સીના વકીલની દલીલોનો છેદ ઉડાડતાં ફરિયાદ પક્ષના વકીલે ધારદાર દલીલો કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -