WhatsApp ફોર્મેટમાં બનાવ્યું લગ્નનું આમંત્રણ કાર્ડ, સોશિયલ મીડિયા પર થયું વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અનોખા કાર્ડની ચર્ચા માત્ર સુરત જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. લગ્નના કાર્ડ અનેક સ્ટાઈલમાં જોવા મળે છે પરંતુ WhatsApp ફોર્મેટમાં બનેલ લગ્નનું આ પ્રથમ આમંત્રણ કાર્ડ હશે.
આ કવરની અંદર 8 પેજમાં લગ્નનું કાર્ડ બનાવવામાં આવ્યું છે. પહેલા પેજ પર જેના લગ્ન છે તે બન્નેના WhatsApp ગ્રુપ બનાવવામાં આવ્યા છે. બીજા પેજ પર વર-વધૂ લગ્નના આ કાર્ડ પર ઓનલાઈન એક બજી સાથે વાત કરતા જોવા મળે છે. ત્રીજા પેજ પર જેને લગ્નનું કાર્ડ આપવું છે તેને ઓનલાઈન બદાવીને લગ્નમાં આવવા માટે આમંત્રણ મેસેજ લખ્યો છે. ચોથા પેજ પર વી આર ફેમીલી નામથી એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જ્યારે નીચે ફેમિલી મેમ્બર્સનું નામ લખ્યું છે. પછીના પેજ પર વર-વધૂ ઓનલાઈન બતાવાવીને એક બીજા સાથે કવિતારૂપી શબ્દો સાથે વાત કરતાં જોવા મળી રહ્યા છે.
લગ્નના કાર્ડ કવર પર WhatsAppનો સિમ્બોલ છાપ્યો છે અને તેની અંદર ભવવાન ગણેશની તસવીર છે. બાદમાં આરજૂ વેડ્સ ચિંતન લખેલું છે. અનલોક વેડિંગની નીચે લગ્નની તારીખ 19.02.2019 લખી છે અને તેની નીચે પાસવર્ડ પેટર્નનો સિમ્બોલ છપાયો છે.
સુરતઃ સમય બદલવાની સાથે હવે લોકો પણ બદલાઈ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાનો સમય ચાલી રહ્યો છે તો લોકો પણ એ અંદાજ અપનાવી રહ્યા છે. સુરતમાં સોશિયલ મીડિયાના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને WhatsApp સ્ટાઈલમાં લગ્નનું કામ તૈયાર કરવામાં આવ્યું છે. મોબાઈલના આ સમયમાં યુવાઓની સાથે દરેક વર્ગ WhatsAppનો ઉપયોગ કરે છે. આ ક્રેઝને ધ્યાનમાં રાખીને સુરતના દેસાઈ પરિવારે પોતાની દીકરીનું કાર્ડ WhatsApp ફોર્મેટમાં છપાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -