અરવિંદ કેજરીવાલને સુરતમાં કેમ કરવું પડ્યું રાત્રિ રોકાણ? જાણો કારણ
આપના કાર્યકર યોગેશ જાદવાણીએ માહિતી આપી હતી કે, કેજરીવાલ તાવ અને શરદીનો ભોગ બન્યા છે. તેઓ આવતી કાલે સવારે 9.55 કલાકે દિલ્લી જશે. તેઓ સુરતથી દિલ્લરી જતી ફ્લાઇટમાં દિલ્લી રવાના થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે દિલ્લી જવા નીકળી જવાના હતા. એટલું જ નહીં, તેઓ કાલે સુરત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર મનજો સોરઠિયાના મોટા વરાછાના નિવાસ સ્થાને ભોજન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ ત્યાં પણ તેમણે હાજરી આપી નહોતી.
કેજરીવાલ ઉત્તર ગુજરાત, અમદાવાદ અને વડોદરામાં સતત કાર્યક્રમની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી કેજરીવાલની તબિયત લથડી હતી. ગઈ કાલે દિવસ દરમિયાન સખત તાવ હોવા ચતાં સાભાને સંબોધી હતી. તેમજ અનેક કાર્યકરોને રૂબરું મળ્યા હતા. તેઓ ગઈ કાલે જ દિલ્લી જવા રવાના થવાના હતા. જોકે, તેઓ તાવ અને શરદીમાં સપડાતા તેમને સુરતમાં રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -