સુરતઃ વિધવા યુવતીને નાની વયના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમી રાત્રે આવ્યો રંગરેલિયાં મનાવવા ને.....
જોકે મહિલાને માર મારી પ્રેમી ઘરને બહારથી તાળું મારીને ચાવી નીચે મૂકી જતો રહ્યો હતો. જેથી સંબંધીઓને બોલાવી તાળું ખોલતા મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેમીની વાંરવારની મારજૂડથી કંટાળી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દુપટ્ટો તૂટી જતાં મહિલા નીચે પટકાઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. પાડોશીઓએ જણાવ્યું હતું કે, મહિલાના ઘરમાંથી બૂમાબમ થતી હોવાનો અવાજ આવતો હતો. થોડા સમય પછી અવાજ બંધ થઈ જતાં શું થયું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
રાંદેર વિસ્તારમાં આવેલા એસએમસી ક્વાટર્સમાં પ્રજાપતિ સમાજની મહિલા બે પુત્ર સાથે રહે છે અને બે વર્ષ પહેલાં પતિના મૃત્યુ બાદ મહિલા ઘરગથ્થુ રસોઈ બનાવી રોજગારી મેળવે છે. પતિના મૃત્યુ બાદ મહિલાને વીરુ નામના યુવક સાથે પ્રેમાલાપ થઈ ગયો હતો. જોકે ગત રોજ પ્રેમી રંગરેલિયા મનાવવા રાતે મહિલાના ઘરે આવ્યો હતો તે દરમિયાન બંન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. ત્યાર બાદ તેણે મહિલાને માર પણ માર્યો હતો.
સુરત: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એસએમસી ક્વાટર્સના એક બંધ મકાનમાંથી વિધવા મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પાડોશીઓએ સંબંધીઓને બોલાવી તાળું ખોલતા હકીકત બહાર આવી હતી કે, પ્રેમીની મારજૂડથી કંટાળી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ 108 મારફતે મહિલાને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -