6G Service: ઓક્ટોબર, 2022માં ભારતમાં 5G મોબાઇલ નેટવર્કની શરૂઆત થઇ ગઇ છે, પ્રમુખ ટેલિકૉમ કંપનીઓએ કેટલાક શહેરોમાં પોતાની 5G સર્વિસ લૉન્ચ કરી દીધી છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં લૉન્ચ થવાની તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ દેશભરમાં કેટલાક શહેરોમાં આને લાવવામાં હજુ 2 થી 3 વર્ષ લાગવાનુ અનુમાન છે. 


પરંતુ જો દુનિયામાં અન્ય દેશોની સરખામાણી કરવામાં આવે તો ચીન ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચીને 6G પર કામ શરૂ કરી દીધુ છે. ચીની કંપની ZTEએ દાવો કર્યો છે કે, તેને 1 મિલિયન ગીગાબિટ્સ (1 million Gigabits)ની નેટવર્ક સ્પીડની શોધમાં 6G પર રિસર્ચ શરૂ કરી દીધુ છે. કંપનીએ કહ્યું કે, તે ટેકનોલૉજીમાં નવુ ઇનૉવેશન ઇચ્છે છે. 


6Gના રિસર્ચમાં થયો આટલો ખર્ચ - 
રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2022માં ZTE એ 6Gની રિસર્ચ પર 16 બિલિયન યુઆન (લગભગ 183 અબજ રૂપિયા) ખર્ચ કર્યા છે, સમાચાર છે કે, આ સમયમાં કંપનીની ઓપરેટિંગ કમાણીનો લગભગ 17 ટકા છે. કંપનીનું કહેવુ છે કે, 6G મોબાઇલ કૉમ્યૂનિકેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારી મોટી વસ્તુ છે. જોકે, હજુ આનુ ડેવલપમેન્ટ પોતાના શરૂઆતી સ્ટેજમાં છે. જેડટીઇએ કહ્યું કે, અમારો હેતુ 6Gના ડેવલપમેન્ટમાં આગળ આવવાનો છે, કંપની R&D કર્ચચારીઓ પર ફોકસ કરી રહી છે, કેમ કે R&D સ્ટ્રેટેજી આ ઉદ્યમ વિકાસનો મહત્વપૂર્ણ આધાર છે, કંપનીનુ માનીએ તો પોતાની ઓપરેટિંગ ઇન્કમનો લગભગ 10 ટકા આરએન્ડડી પર ખર્ચ કરી રહી છે. કંપનીએ આગળ કહ્યું કે, 6G ટેકનિકના ડેવલપમેન્ટ માટે તે પોતાની કોશિશ ચાલુ રાખશે. 


દેશમાં 5G ની શું છે સ્થિતિ ? 6G ને લઈ શું આવ્યા મોટા સમાચાર 


6G ને લઈ શું આવ્યા મોટા સમાચાર


5G ને લઈ  ભારતીય TSP એ 5G ના ઉપયોગ અને એપ્લિકેશન માટે ટ્રાયલ કરવા માટે પરવાનગીઓ આપવામાં આવી છે. ટેક્નોલોજી ડેવલપમેન્ટના આગલા તબક્કામાં નવીનતાઓનું નેતૃત્વ કરવાના હેતુથી, ટેલિકોમ્યુનિકેશન વિભાગે 6G પર ટેક્નોલોજી અભ્યાસ જૂથની રચના કરવામાં આવી છે.



ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સ્વદેશી 4G ટેલિકોમ નેટવર્ક ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં શરૂ થશે. આ માટે BSNL દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર લગાવવાની યોજના બનાવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, 'મને તમને જણાવતા આનંદ થાય છે કે 4G ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક ટૂંક સમયમાં શરૂ થવા માટે તૈયાર છે અને તેને ભારતમાં ભારતીય એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેમણે પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે અમારા 4G નેટવર્કના વિકાસની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે અને તેમાં સંપૂર્ણ ટેલિકોમ્યુનિકેશન સાધનો સાથેનું કોર નેટવર્ક, રેડિયો નેટવર્ક છે. મંત્રીએ કહ્યું કે BSNL સમગ્ર દેશમાં તરત જ 6,000 ટાવર, પછી 6,000 અને છેલ્લે 4G નેટવર્ક માટે 1 લાખ ટાવર સ્થાપિત કરવા માટે ઓર્ડર આપવાની પ્રક્રિયામાં છે.