Weight Loss :જો તમે વજન ઓછું કરવા માંગો છો અથવા તમારા પેટની ચરબી દૂર કરવા માંગો છો, તો આપને પણ આ જાદુઇ ડ્રિન્ક પ્રયોગ કરવો જોઇએ. એકવાર આ ડ્રિન્કનો સેવન કરી જુઓ, આપને રિઝલ્ટ અચૂક મળશે.


લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે.  દરેક વ્યક્તિ લગ્નમાં સૌથી હટકે અને  સુંદર દેખાવા માંગે છે. આ માટે ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. દરેક પોશાક ત્યારે જ સુંદર લાગે છે જ્યારે તમે સંપૂર્ણ રીતે ફિટ હોવ. આપ ગમે તેટલો મોંઘોદાટ ડ્રેસ ખરીદશો પરંતુ પેટ બહાર નીકળતું હોય તો તે સારૂં નહીં દેખાય.  આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે તમારું વજન ઓછું થાય, તો તમે તેના માટે આ ડ્રિન્ક અજમાવી શકો છો. આવો જાણીએ આ ડ્રિન્ક બનાવવાની રીત વિશે.


આ ડ્રિન્કના  ફાયદા


આ પીણું પીવાથી શરીરમાંથી વિષેલા પદાર્થ  દૂર થાય છે અને ચયાપચય ઝડપી બને છે. આને પીવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળશે. આ પીણું સવારે પી લો. વાળ ખરવાની સમસ્યામાં પણ કારગર છે.  આને પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. આ સિવાય મોશન સિકનેસ, ઉબકા, હાઈ બ્લડ પ્રેશર વગેરે પણ તેને પીવાથી નિયંત્રણમાં રહે છે.


જરૂરી સામગ્રી


આ પીણું બનાવવા માટે પાણી, મીઠો લીમડો, સેલરી પત્તા, કોથમીર, જીરું, 1  લીલી ઈલાયચી, લીંબુનો રસ અને આદુની જરૂર પડશે. તો ચાલો જાણીએ આ ડ્રિન્ક બનાવવાની રેસિપી.


આ ડિન્ક  કેવી રીતે બનાવવું


આ પીણું બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં લીમડો પત્તા, સેલરી પત્તા, કોથમીર, જીરું, લીલી ઈલાયચી, આદુ (છીણેલું) ઉમેરો. ત્યાર બાદ આ બધી વસ્તુઓને થોડીવાર ઉકળવા દો. તે પછી, તમે આ મિશ્રણને ગાળી લો અને પછી તેમાં અડધા લીંબુનો રસ  મિક્સ કરીને પીવો. જો કે આ ડ્રિન્ક 100 મિલીથી વધુ પીવું  નહીં


 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp  અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.