નવી દિલ્હીઃ તાજેતરમાં જ એક સાવધાની રાખવા માટે પ્રેરિત કરતી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ ઓનલાઇન ખરીદી કરતી વખતે 1 લાખ રૂપિયાનો iPhone 13 Pro Max મંગાવ્યો હતો, પરંતુ તેની જે વસ્તુ ડિલીવરીમાં મળી તે જોઇને બધા ચોંકી ગયા હતા. તેને ડિલીવરી બૉક્સમાંથી iPhone 13 Pro Maxની જગ્યાએ બે ડેયરી મિલ્ક ચૉકલેટ અને એક ટૉયલેટ પેપર નીકળ્યુ હતુ. આ પછી યૂઝરે ફરિયાદ કરી હતી. જોકે, આવુ પહેલીવાર નથી થયુ કે ડિલીવરીમાં આવી ભૂલથી પ્રૉડક્ટ ખોટી આપી દેવામાં આવતી હોય. આવુ અનેકવાર જોવા મળ્યુ છે.
ખરેખરમાં આ ઘટના યુકે બ્રિટનની છે, અહીં ડેનિયલ કૈરોલ નામના વ્યક્તિ સાથે ઘટી છે. જેને ઓનલાઇન ખરીદી વખતે iPhone 13 Pro Max ઓર્ડર કર્યો હતો. ડેનિયલ નાતાલ પર પોતાની ભેટની રાહ જોઇ રહ્યો હતો. જો કે જ્યારે બોક્સ ખોલીને જોયું તો તેમાં ચોકલેટ નીકળી હતી. આ જોઇને તે દંગ રહી ગયો હતો.
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર બ્રિટનમાં રહેતા ડેનિયલ કેરોલે તાજેતરમાં જ iPhone 13 Pro Max સ્માર્ટફોન ખરીદ્યું હતું. જેની કીંમત ૧૦૪૫ પાઉન્ડ (૧.૦૫ લાખ રૂપિયા) છે.
ડિલિવરીની કામગીરી ડીએચએલને સોંપવામાં આવી હતી. બે સપ્તાહની રાહ જોયા પછી પણ પાર્સલ ન પહોંચતા ડેનિયલે જાતે જ પાર્સલ પીકઅપ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ડેનિયલે પેકેટ ખોલ્યું તેમામથી આઇફોનને બદલે બે ચોકલેટ અને એક ટૉયલેટ પેપર નીકળ્યુ હતુ. ડેનિયલે આ અંગેની ફરિયાદ એપલ અને ડીએચએલ બંનેને કરી છે પણ હજુ સુધી ફરિયાદનો નિકાલ થયો નથી. ડીએચએલની ટીમ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે પણ ડેનિયલનો આરોપ છે કે આ કંપની ગંભીરતાથી તપાસ કરી રહી નથી.
આ પણ વાંચો..........
આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે
જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો
ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે
રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?
યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ