Whatsapp Security: WhatsApp ચેટ કોઇપણ માટે બહુ જ પર્સનલ હોય છે, તમે પોતાની ચેટને કોઇને પણ નથી વંચાવવા માંગતા. આને પ્રૉટેક્ટ કરવા માટે તમે તેના પર પાસવર્ડ પણ લગાવો છો. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કે તમે કઇ રીતે પોતાની પર્સનલ ચેટને વધુ સુરક્ષિત બનાવી શકો છો. વૉટ્સએપમાં ખુદ કોઇ પ્રાઇવસી ફિચર નથી, જેનો ઉપયોગ તમે કરી શકો. આજે અહીં બતાવી રહ્યાં છીએ કે તમારી ચેટને ફિંગરપ્રિન્ટથી પ્રૉટેક્ટ કરી શકાય છે. તમે ભલે એન્ડ્રોઇડ ફોન ઉપયોગ કરી રહ્યાં હોય કે પછી આઇફોન બન્નેમાં આ ફિચર તમને મળશે.


ફિંગર પ્રિન્ટ લૉકનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવુ જરૂરી છે. હવે લગભગ 8000 રૂપિયા કે તેનાથી વધુ કિંમતમાં આવનારા લગભગ તમામ સ્માર્ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર હોય છે. આઇફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર (ટચ આઇડી) આઇફોન SE 2020 અને તેનાથી જુના મૉડલ iPhone 8, iPhone 7, iPhone 6Sમાં મળે છે. 


How to set up on Android


સૌથી પહેલા તમારા ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવુ જરૂરી છે.
તમારુ વૉટ્સએપ ઓપન કરો, હવે સેટિંગમાં જાઓ, પછી એકાઉન્ટમાં જાઓ અને પ્રાઇવસીમાં જાઓ.
હવે ફિંગરપ્રિન્ટ લૉક માટે સ્ક્રૉલ ડાઉન કરો, આ તમને disabled દેખાશે. 
હવે તેના પર ટેપ કરો. હવે તમારો ફોન ફિંગરપ્રિન્ટ કન્ફોર્મ કરવા માટે કહેશે.
હવે તમને ટાઇમ ડ્યૂરેશન સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. તમે તરત જ એક મિનીટ અને after 30 minute સિલેક્ટ કરી શકો છો. 
તમે નૉટિફિકેશન હાઇડ કરવા માટે પણ ચેક કરી શકો છો. 


How to set up on iPhone


સૌથી પહેલા ચેક કરો કે ટચ આઇડી enabled હોય.
હવે તમારે તમારુ WhatsApp ઓપન કરવુ પડશે. 
હવે સેટિંગમાં જાઓ, પછી એકાઉન્ટમાં જાઓ અને પ્રાઇવસલીમાં જાઓ. 
સ્ક્રૉલ ડાઉન કરીને સ્ક્રીન લૉક પર ટેપ કરો. 
હવે “Require Touch ID" ઓપ્શન પર ટેપ કરો.
હવે તમને ટાઇમ ડ્યૂરેશન સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. તમે તરત જ, એક મિનીટ, 15 મિનીટ અને after 30 minute સિલેક્ટ કરી શકો છો. 


 


Twitter માં ફરી મોટા ફેરફાર, બ્લૂ-ગોલ્ડ ટિકની આગળ જોવા મળી રહ્યુ છે આ બોક્સ, જાણો ડિટેઇલ્સ


ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે ટ્વિટરે બેજ જાહેર કરવાનું શરૂ કર્યું છે. કંપનીના આ ફીચરથી સરકારી અને મલ્ટીલેટ્રલ એકાઉન્ટને સરળતાથી ઓળખી શકાય છે. આ સિવાય કંપની સિલેક્ટેડ બિઝનેસ માટે સ્ક્વેર એફિલિએશન પણ આપી રહી છે.


ટ્વિટરે નવા ફીચરને લઈને એક બ્લોગ પોસ્ટ શેર કરી છે. આમાં Twitter Blue for Businessની જાહેરાત કરવામાં આવી છે. જેમ કે નામથી સ્પષ્ટ છે કે સબ્સક્રિપ્શનને બિઝનેસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, કિંમત અને એલિજિબલિટીની વિગતો અત્યારે સ્પષ્ટ નથી.


Twitter Blue for Business તરીકે કંપની કોઈપણ સંલગ્ન વ્યક્તિ, વ્યવસાય અને બ્રાન્ડને એકાઉન્ટ સાથે લિંક કરી શકે છે. જ્યારે કંપની આ કરે છે ત્યારે અફિલિએટ એકાઉન્ટને એક નાનો બેજ મળશે. આમાં, કંપનીનો પ્રોફાઇલ ફોટો તેમના બ્લૂ અને ગોલ્ડ ચેકમાર્કની સામે દેખાશે.


બીજા શબ્દોમાં કહીએ તો ચોરસ બોક્સમાં કંપનીનો પ્રોફાઈલ ફોટો દેખાશે. જ્યારે કર્મચારીના એકાઉન્ટ પર એક નાની પ્રોફાઇલ પિક્ચર પણ દેખાશે. જો કોઈ યુઝર્સ તે બોક્સ પર ક્લિક કરે છે, તો તેને કંપનીના મેન હેન્ડ્સ પર રિડાયરેક્ટ કરવામાં આવશે.


ટ્વિટર બ્લુ લિગેસી માટે બ્લુ અને બિઝનેસ માટે ગોલ્ડ માર્ક સાથે નવા બેજ આપવામાં આવી રહ્યા છે. ટ્વિટરે કહ્યું છે કે નવા બેજ યુઝર્સ માટે એકાઉન્ટની પ્રકૃતિ ઓળખવી સરળ બનશે. કંપની સતત નવા ફીચર્સ સાથે પ્રયોગ કરી રહી છે.ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન સાથે બેજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સરકારના સત્તાવાર ખાતા અને પ્રવક્તાને પણ પ્લેટફોર્મ પર બેજ માટે કોઈ યોજનાની જરૂર પડશે કે કેમ.