Gujarat Agriculture News: અમરેલી જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી શિયાળુ વાવેતરમાં ચણા ઉપર પસંદગી વધારે ઉતારી છે. ચાલુ વર્ષે 50% થી વધુ વિસ્તારમાં માત્ર ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે બીજા ક્રમે ઘઉનું વાવેતર કરવામાં આવ્યું છે.



ચણાનું વાવેતર કેમ છે ખેડૂતોની પ્રથમ પસંદગી


અમરેલી જિલ્લામાં શિયાળુ વાવેતર આ વર્ષે 1.60 497 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. જેમાં ચણાનું વાવેતર 80,223 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. 26 હજાર હેક્ટરમાં બીજા ક્રમે ઘઉનું વાવેતર ખેડૂતોએ આ વર્ષે કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી થતી હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોને ચણાના વાવેતરમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. જિલ્લામાં બીજા નંબરે સૌથી વધુ ઘઉં નું વાવેતર થયું છે. અમરેલી જિલ્લામાં શિયાળુ વાવેતરમાં સતત વધી રહ્યું છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો વધારે પ્રમાણમાં ચણા નું વાવેતર શરૂ કર્યું છે અન્ય વાવેતરમાં પોષણક્ષમ નહીં મળતા બે વર્ષથી ખેડૂતો ચણાના વાવેતરની વધુ પસંદગી કરી છે ત્યારે ટેકાના ભાવે સરકાર વધુ ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે

ઘંઉ અને ચણામાં થાય છે સરખો ખર્ચ


અમરેલી જિલ્લામાં 26097 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ઘઉંનું વાવેતર જિલ્લામાં બીજા ક્રમે છે. ખેડૂતોને ચણા અને ઘઉમાં એક સરખો ખર્ચ લાગે છે ત્યારે ઉત્પાદન પણ સરખું આવતું હોય છે તેના કારણે ખેડૂતોએ અન્ય જણસ કરતા ચણા-ઘઉંનું  વાવેતર વધારે અનુકૂળ રહે છે. ચણાની રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે તેમ ઘઉંની જો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે.

ખેતી કામ કરનાર મજૂરોને ચણા ઘઉંના વાવેતરમાં ખૂબ ફાયદો થઈ રહ્યો છે જ્યારે અન્ય જણસો નું વાવેતર કરવામાં આવે તેમાં નિંદામણ સહિતની મજૂરી વધી જાય છે ત્યારે ચાર મહિના સુધી કરવામાં આવતી મહેનતનું ફળ ચણા અને ઘઉંમાં સારું એવું મળી રહે છે.


જિલ્લામાં ગત વર્ષ કરતાં ચણાના વાવેતરમાં ઘટાડો


અમરેલી જિલ્લામાં આ વર્ષે 1.60.497 લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ગયા વર્ષે ચણાનું જે વાવેતર કર્યું હતું તેમાં થોડો ઘટાડો થયો છે. તેની જગ્યાએ આ વખતે ખેડૂતોએ 12097 હેક્ટરમા ધાણાનું વાવેતર કર્યું છે. તે નોંધ પાત્ર વાવેતર વધ્યું છે. ઉપરાંત આ વર્ષ ડુંગળીનું 10175 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.