Google Chrome Features: ગૂગલ ક્રૉમ દુનિયાનુ સૌથી પૉપ્યૂલર બ્રાઉઝરમાંનુ એક છે. Googleએ પોતાના યૂઝર્સ માટે ત્રણ નવા ફિચર રિલીઝ કર્યા છે. ફિચર્સમાં લિન્ક મોકલાની એક બેસ્ટ રીત, ટેબ સર્ચ અને નવુ બેકગ્રાઉન્ડ અને કલર સિલેક્ટ કરવાની સુવિધા છે.
નવી લિન્ક શેરિંગ ફિચરની સાથે, યૂઝર્સ લિન્ક શેર કરતાં પહેલા રિસીવર માટે પેજના એક સ્પેશ્યલ પાર્ટને હાઇલાઇટ કરી શકે છે. આ તેમને પેજના ટૉપને બદલે, પેજની હાઇલાઇટ કરવામાં આવેલા ભાગ પર મોકલી દેશે. અહીં બતાવવામાં આવ્યુ છે કે આને કઇ રીતે કરવુ......
આ રીતે કરો લિન્ક-
સૌથી પહેલા તે ટેક્સ્ટને હાઇલાઇટ કરો જેને તમે શેર કરવા માંગો છો.
હવે રાઇટ ક્લિક કરીને સિલેક્ટ કૉપી લિન્ક ટૂ હાઇલાઇટ પર ક્લિક કરો.
હવે તમે આ લિન્કને જ્યાં શેર કરવા ઇચ્છો છો, જેમ કે ઇમેઇલ, મેસેજ, વૉટ્સએપ વગેરે પર પૉસ્ટ કરી દો.
Google ક્રૉમ બ્રાઉઝરમાં રિલીઝ કરવામાં આવ્યુ બીજુ ફિચર ટેબ સર્ચ છે. કેટલીય ટેબ ખુલ્લી હોવાના કારણે, ક્યારેક ક્યારેક વિશેષ ટેબને શોધવી મુસ્કેલ બની જાયે છે. હવે ક્રૉમ યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ કરીને એક ટેબ સર્ચ કરી શકે છે. આમ કરવા માટે તમારે વિન્ડોની ટૉપ પર ટેબ સર્ચ આઇકૉન પર ક્લિક કરો અને હવે તે ટેબ માટે કીવર્ડ નાંખીને તમે તેને સર્ચ કરી શકો છો.
યૂઝર્સ ક્રૉમ માટે બેકગ્રાઉન્ડ અને કલર પણ સિલેક્ટ કરી શકો છો. જો કોઇ મલ્ટિપલ ક્રૉમ પ્રૉફાઇલનો ઉપયોગ કરે છે, તો તે પ્રત્યેક માટે એક અલગ બેકગ્રાઉન્ડ પણ રાખી શકે છે. ક્રૉમના બેકગ્રાઉન્ડ અને કલર બદલવા માટે એક નવી ટેબ ઓપન કરો, અને નીચે રાઇટ સાઇડની અને કસ્ટમાઇઝ ક્રૉમ પર ક્લિક કરો.
આ પણ વાંચો........
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો
16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....