X premium plus and basic Plan cost: એલન મસ્કે હવે એક્સ પર વધુ મોટુ અપડેટ આપ્યુ છે. ટ્વીટર બ્લૂ નાબૂદ કરીને એલન મસ્કે X પ્રીમિયમ યોજના શરૂ કરી. આ માટે 900 રૂપિયા ચૂકવવા પડશે, જેમાં યૂઝરને બ્લૂ ચેક માર્ક સહિત અન્ય સુવિધાઓ મળે છે. આ પ્લાનમાં મર્યાદિત Ads પણ દેખાઈ રહી છે. જો કે, હવે મસ્કે 2 વધુ નવા પ્લાન લૉન્ચ કર્યા છે જે પ્લેટફોર્મ પર લોકોને વધુ સુવિધાઓ પૂરી પાડે છે. એલન મસ્કે એક Ads મુક્ત યોજના શરૂ કરી છે જ્યારે બીજી Adsને સપોર્ટેડ છે. કંપનીએ આને પ્રીમિયમ પ્લસ અને બેઝિક નામો સાથે લૉન્ચ કર્યા છે.
વિના Ads વાળા પ્લાન માટે આપવા પડશે આટલા રૂપિયા
હાલમાં કંપનીએ X પ્રીમિયમ પ્લસ અને બેઝિક પ્લાન ફક્ત વેબ વર્ઝન માટે જ રિલીઝ કર્યા છે. મતલબ કે હજુ મોબાઈલ પર આવ્યો નથી. X પ્રીમિયમ પ્લસ હેઠળ તમારે વાર્ષિક 13,600 રૂપિયા ચૂકવવા પડશે જેના માટે તમને બધી સુવિધાઓ મળશે અને તમને 'For You' અને 'Following'માં કોઈ જાહેરાત દેખાશે નહીં. તેનો અર્થ એ કે આ એક Ads મુક્ત યોજના છે. તેની માસિક કિંમત 1,300 રૂપિયા છે.
બેસિક પ્લાનની વાત કરીએ તો તેમાં તમને મર્યાદિત સુવિધાઓ મળશે. આમાં તમને બ્લૂ ચેકમાર્ક, ક્રિએટર્સ ટૂલ્સ વગેરેનો સપોર્ટ મળશે નહીં, આ સાથે કંપની તમને ફૂલ Ads બતાવશે. આ પ્લાન કંપનીના હાલના (X પ્રીમિયમ પ્લાન) કરતા સસ્તો છે અને આ માટે તમારે વેબ પર વાર્ષિક 2590.48 અને માસિક 243.75 રૂપિયા ચૂકવવા પડશે.
X પ્રીમિયમ પ્લાનની કૉસ્ટ
ભારતમાં X પ્રીમિયમ પ્લાનની કિંમત મોબાઇલ પર દર મહિને 900 રૂપિયા અને વેબ પર 650 રૂપિયા છે. આમાં કંપની તમને તમામ અધિકારો આપે છે અને તમે ક્રિએટર્સ પ્રોગ્રામમાં પણ ભાગ લઈ શકો છો. આ પ્લાન અને X પ્રીમિયમ પ્લસ વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે તમને નવા પ્લાનમાં એક પણ Ads દેખાશે નહીં.