નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન કંપની Realme સ્માર્ટફોન્સની સાથે સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે. આ વાતની જાહેરાત કંપનીએ નવા X50 Pro 5G સ્માર્ટફોનનો લોન્ચિંગ સમયે કરી હતી. હાલ ભારતમાં શાઓમી, વન પ્લસ અને નોકિયા જેવી બ્રાંડ્સ તેમના સ્માર્ટ ટીવી લઈને આવી ચુક્યા છે.


ક્યારે કરશે લોન્ચ

કંપનીના જણાવ્યા મુજબ, બજેટ ટીવી સેગમેન્ટમાં શાઓમીનું MI ટીવી વધારે લોકપ્રિય છે. જ્યારે oneplus એ પ્રીમિયર રેન્જમાં સ્માર્ટ ટીવી રજૂ કર્યા હતા. નોકિયાએ પણ બજેટને ધ્યાનમાં રાખી સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. કંપની ભારતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં નવું સ્માર્ટ ટીવી રજૂ કરશે. જે શાઓમીની Mi ટીવી સીરિઝને ટક્કર આપશે. હાલ કંપનીનો સીધો મુકબલો શાઓમી સાથે ચાલી રહ્યે છે.

મળશે દમદાર ફીચર્સ

Realme ટીવીને સૌથી પહેલા ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે, જે બાદ તેને ભારતીય બજારમાં ઉતારવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે Realmeના સ્માર્ટ ટીવીમાં QLED ડિસ્પ્લે, 8કે વીડિયો સપોર્ટ, એચડીઆર 10+ નો સપોર્ટ જેવા ફીચર્સ આવશે. આવા દમદાર ફીચર્સની સાથે કંપની કિંમત ઘણી ઓછી રાખી શકે છે.

કંપનીએ લોન્ચ કર્યો ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન

Realme એ તાજેતરમાં ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા Realme X50 Pro 5Gમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 SoC પ્રોસેસર આપવામાં આયું છે. જે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી પ્રોસેસર છે. આ ઉપરાંત ફોનમાં 12GB LPDDR 4 RAM અને 256GB સુધીની Dual UFS 3.0 સ્ટોરેજ સુવિધા મળે છે.