How to generate image on whatsapp: વૉટ્સએપ આપણા જીવનનો અભિન્ન ભાગ બની રહ્યું છે. ઘણા લોકો ટેક્સ્ટ તેમજ કૉલ માટે વૉટ્સએપનો સહારો લે છે. ટેક્સ્ટ, ઓડિયો કૉલ, વીડિયો કૉલ અને ફાઇલ શેરિંગ જેવા ફિચર્સ સાથે વૉટ્સએપ લોકોની પહેલી પસંદ બની રહ્યું છે. વૉટ્સએપનો ઉપયોગ કરવાના અનુભવને બેસ્ટ બનાવવા માટે કંપની સતત તેમાં નવા ફિચર્સ ઉમેરે છે, જે તેના ઉપયોગને વધુ મજેદાર બનાવે છે. આજે અમે તમને વૉટ્સએપના આવા જ એક ફિચર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેમાં તમે ચેટિંગ માટે ઈમેજ બનાવી શકો છો અને તેને એનિમેટ કરી શકો છો.
AI ની મદદથી બનાવો ફોટો
WhatsApp પર તમે Meta AIની મદદથી તમારી પસંદની કોઈપણ ઈમેજ બનાવી શકો છો. તમે કોઈને પર્સનલ મેસેજ મોકલતી વખતે અથવા ગૃપ મેસેજ મોકલતી વખતે આવી ઇમેજ બનાવી શકો છો. આ માટે તમારે તમારો પ્રૉમ્પ્ટ એન્ટર કરવો પડશે અને પછી મેટા તેની મૉડર્ન લેટેસ્ટ ઈમેજ-જનરેશન ક્ષમતાઓ સાથે તમારી પસંદગીની ઈમેજ જનરેટ કરશે. રસપ્રદ વાત એ છે કે તમે આ ઈમેજીસને એનિમેટ પણ કરી શકો છો.
WhatsApp પર કઇ રીતે બનાવવી ઇમેજ ?
WhatsApp પર Meta AI સાથે ચેટ ઓપન કરો અને ઈમેજ ટાઈપ કરીને તમારો પ્રૉમ્પ્ટ એન્ટર કરો. આ પછી સેન્ડ બટન દબાવો. થોડી જ ક્ષણોમાં Meta AI દ્વારા બનાવેલ ઇમેજ તમારી ચેટમાં બનાવવામાં આવશે. જો તમે કોઈ મિત્ર કે પરિચિત સાથે વાત કરતી વખતે ઈમેજ જનરેટ કરવા માંગતા હો, તો મેસેજ ફીલ્ડમાં @Meta AI ટાઈપ કરો અને પ્રૉમ્પ્ટ દાખલ કરો. અહીં તમારી ઇમેજ પણ તૈયાર થઈ જશે.
ઇમેજને એનિમેટ કઇ રીતે કરવી ?
ઇમેજ બનાવવાની જેમ તેને એનિમેટ કરવું પણ ખૂબ જ સરળ છે. ઈમેજ બનાવ્યા પછી એનિમેટેડ ઈમેજ બનાવવા માટે તમારે "@Meta AI animate it" લખીને મેસેજમાં મોકલવાનું રહેશે. તમે મેસેજ મોકલતાની સાથે જ તમને એનિમેટેડ ઈમેજ મળશે. આ રીતે તમે થોડી જ સેકન્ડોમાં તમારી પસંદગીની કોઈપણ છબી WhatsAppમાં બનાવી અને એનિમેટ કરી શકો છો.
આ પણ વાંચો
Tech: ઇન્ટરનેટ કનેક્શન વિના જોવા છે YouTube વીડિયો ? આ રીતે કરો ડાઉનલૉડ