Gmail AI Feature: જીમેઇલ પોતાના યૂઝર્સ માટે એક ખાસ ફિચર લાવ્યું છે. તેની મદદથી તમે લાંબા મેઇલ સરળતાથી વાંચી શકશો. જીમેલના આ ફિચરમાં તમને મોટા મેઈલનો સારાંશ આપવાનો વિકલ્પ આપવામાં આવશે, જેથી યૂઝર્સને લાંબા ઈમેલ વાંચવા નહીં પડે અને આ સેવા સમય બચાવવામાં પણ મદદ કરશે.


ગૂગલ આ સર્વિસને જીમેલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે રજૂ કરી રહ્યું છે, ખાસ કરીને તેને પેઇડ યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવે છે.


જીમેઇલ AI ફિચર કઇ રીતે કરશે કામ 
9-થી-5 Gmail એ આ નવા AI ફિચર અંગે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે દર્શાવે છે કે આ ફિચર સિંગલ-થ્રેડ ઈમેલમાં કામ કરશે નહીં. તેનો ઉપયોગ કરવા માટે, તમે ઉપરોક્ત મેઇલનો ઓછામાં ઓછો બે વાર જવાબ આપ્યો હોવો જોઈએ. ત્યાર બાદ જ AI ફિચર બટન દેખાશે.


સારાંશ આપતી વખતે આ સુવિધા એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખશે કે તમારા મહત્વપૂર્ણ ઈમેઈલમાંથી કોઈ મહત્વના મુદ્દા બાકી ના રહે. જલદી યૂઝર્સ સારાંશ બટન પર ક્લિક કરે છે, થોડીક સેકંડમાં એક સારાંશ તૈયાર કરવામાં આવશે અને બૂલેટ પોઈન્ટના રૂપમાં તમને રજૂ કરવામાં આવશે.


કંપનીએ આ ફિચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આવનારા સમયમાં આ ફિચર તમારા ફોનમાં સંપૂર્ણ રીતે જોવા મળશે.


નવી સાઇડ પેનલ ફિચરથી યૂઝર્સને મળશે મદદ 
ગૂગલે જીમેલમાં એક નવું સાઇડ પેનલ ફિચર પણ રજૂ કર્યું છે. જે Gemini 1.5 Pro પર કામ કરશે. આ AI-સંચાલિત પેનલ ઈમેલ થ્રેડનો સારાંશ આપી શકે છે, તમને પ્રતિસાદ આપવામાં મદદ કરી શકે છે અને ઈમેલ ડ્રાફ્ટ કરવામાં પણ મદદ કરી શકે છે.


ઇનબૉક્સમાં અથવા Google ડ્રાઇવ ફાઇલો અને ઇમેઇલ્સમાંથી માહિતી શોધવામાં પણ મદદ કરશે. આ નવી સુવિધા નવી સ્લાઇડ્સ બનાવી શકે છે, કસ્ટમ ઇમેજ બનાવી શકે છે અને ડેટાનો સારાંશ તૈયાર કરી શકે છે. તમે તેને ઍક્સેસ કરવા માટે ઉપર-જમણા ખૂણામાં જેમિની સ્પાર્કલ આઇકન પર ક્લિક કરી શકો છો.