નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝર્સને રિલાયન્સ જિઓ વધુ એક મોટી ગિફ્ટ આપતા નવા ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ (Disney+ Hotstar Premium) સબ્સક્રિપ્શન વાળા બે પ્લાન લૉન્ચ કર્યા છે. આની કિંમત 1499 રૂપિયા અને 4199 રૂપિયા રાખવામાં આવી છે. આ પ્લાન્સમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી ઇન્ટરનેટ ડેટાની સાથે એસએમએસ અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. જિઓએ આ પ્લાન દ્વારા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે ખાસ યોજના બનાવી છે. પરંતુ જિઓને ટક્કર આપવા માટે પહેલાથી જ એરટેલ અને વૉડાફોન-ઇન્ડિયાએ આ પ્રકારના પ્લાનને અવેલેબલ કરી દીધા છે. જાણો શું છે એરટેલ અને વીઆઇના પ્લાનમાં જે જિઓને આપી શકે છે જોરદાર ટક્કર.............


એરટેલ અને વૉડાફોન-આડિયાના પ્લાન- 


Airtelનો 2999 રૂપિયા વાળા પ્લાન - 
એરટેલનો ₹2999નો પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે, અને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર મેમ્બરશીપ ઓફર કરે છે. આમાં દરરોજ 2GB ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ ઉપરાંત પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિન્ક મ્યૂઝિક મેમ્બરશીપ મળશે. 


Viનો 1449 રૂપિયાનો પ્લાન - 
જિઓની જેમ Vodafone-Ideaની પાસે 1,449 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. આમાં 180 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. સાથે જ બિન્ઝ ઓલ નાઇટ, ડેટા રોલઓવર અને  Vi Movies and TV નુ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં Disney + Hotstar નથી આપવામાં આવતુ. 


જિઓના ખાસ બે પ્લાન-
Disney+ Hotstar Premium માં શું છે ખાસ-
ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ સબ્સક્રિપ્શન દ્વારા યૂઝર્સને પોતાનો પસંદગીની કન્ટેન્ટ 4K રિઝૉલ્યૂશનમાં જોવાની સુવિધા મળે છે. ખાસ વાત છે કે તમે આ એકાઉન્ટને ઉપયોગ એકસાથે ચાર ડિવાઇસમાં કરી શકો છો. આ પ્લાનને જો તમે અલગથી લો છો તો આનો ચાર્જ 1,499 રૂપિયા છે. જોકે, જિઓ પ્લાનમાં તમને આ મફત મળશે. 


જિઓનું 1,499 રૂપિયાનુ રિચાર્જ - 
જિઓના 1,499 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી અને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. આ રીતે યૂઝર્સને કુલ 168 જીબી ડેટા મળી જશે. આમાં તમને 1 વર્ષ માટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળશે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવશે.


જિઓનુ 4,199 રૂપિયાનુ રિચાર્જ - 
આ રીતે રિલાયન્સ જિઓના 4,199 રૂપિયાના પ્લાનમાં પણ મેક્સમિમ સુવિધાઓ 1,499 રૂપિયા વાળા પ્લાન જેવી જ છે. જોકે આમાં વધુ દિવસની વેલિડિટી અને વધુ ડેટા મળે છે.  4,199 રૂપિયાના પ્લાનમાં 365 દિવસ માટે દરરોજ 3GB ડેટા આપવામાં આવશે. આ રીતે યૂઝર્સને કુલ 1095 જીબી ડેટા મળી જશે. આ ઉપરાંત 1 વર્ષ માટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર, અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવશે.