Airtelએ નવેમ્બર 30, 2020ના ટ્રાઈના આંકડા અનુસાર 43 લાખ મોબાઈલ યૂઝર્સને પોતાની સાથે જોડ્યા છે. આ સાથે જ એરટેલના કુલ યૂઝર્સની સંખઅયા 33.465 કરોડે પહોંચી ગઈ છે. કંપનીનો કુલ માર્કેટ હિસ્સો 28.97 ટકા છે.
એરટેલની સામે જિઓએ નવેમ્બર મહિનામાં 13 લાખ મોબાઈલ યૂઝર્સને પોતાની સાથે જોડ્યા છે. આ સાથે જ જિોના કુલ યૂઝર્સની સંખ્યા 40.289 કરોડે પહોંચી ગઈ છે. જ્યારે કંપનીનો માર્કેટ હિસ્સો 35.34 ટકા છે. બીએસએનએલે આ દરમિયાન 18357 યૂઝર્સ ગુમાવ્યા છે. જ્યારે વોડાફોન આઈડિાયએ આ જ ગાળામાં 28.9 લાખ યૂઝર્સ ગુમાવ્યા છે. નવેમ્બર 30 સુધીમાં બીએસએનએલનો માર્કેટ હિસ્સો 10.3 ટકા અને વોડાફોન આઈડિયાનો માર્કેટ હિસ્સો 25.1 ટકા છે.
ટ્રાઈના આંકડા અનુસાર ભારતમાં કુલ વાયરલેસ યૂઝર્સની સંખ્યા ઓક્ટોબરમાં 115.181 કરોડથી વધીને નવેમ્બરમાં 115.520 કરોડ થઈ ગઈ છે. ઓવરઓલ વાયરલેસ અને વાયર્ડ સર્વિસ મળીને જિઓએ વધુમાં વધુ માર્કેટ હિસ્સો જાળવી રાખ્યો છે. કંપનીનો માર્કેટ હિસ્સો 55.27 ટકા છે.