કોરોના મહામારીના કારણે આજકાલ  દરેક લોકો સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે પણ સેનિટાઇઝરની બોટલ સાથે રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે સેનિટાઇઝરના ઉપયોગમાં જરા અમથી ભૂલ કોઇ દુર્ઘટનાનો શિકાર બની શકે છે. તેથી અમે તમને ટ્રાવેલિંગ દરમિયાન કે કારમાં બેસતી વખતે સેનિટાઇઝરના ઉપયોગમાં શું સાવધાની રાખવી જોઈએ તે જણાવી રહ્યા છીએ.

- જ્યારે પણ સેનિટાઇઝરનો ઉપયોગ કરો ત્યારે તમારી આસાપાસ કોઇ ગરમ ચીજ ન હોય તે ધ્યાનમાં રાખો. ગરમ ચીજના સંપર્કમાં આવવાથી સેનિટાઇઝર ઝડપથી આગ પકડી શકે છે.

- કારમાં સેનિટાઇઝરનો ઉપયોગ કરતાં હો તો કારમાં સિગરેટ પીતી વખતે સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી બચો. સેનિટાઇઝરની બોટલને લાઇટર કે માચિસની સાથે ન રાખો.

- સેનિટાઇઝરમાં આલ્કોહોલની માત્રા ઘણી હોય છે. તેથી તેને ઠંડી જગ્યા પર રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે કારમાં સેનિટાઇઝર રાખ્યું હોય તો કારમાં તાપમાન ચેક કરો. કારનું તાપમાન 40 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ.

- કારમાં સેનિટાઇઝરની બોટલ કાચ સામે ન રાખો. જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવે તેવી જગ્યાએ સેનિટાઇઝરની બોટલ મૂકો.

- જો તમે કારમાં સેનિટાઇઝરની બોટલ રાખવા ઈચ્છો છો તો કોઇ બેગની અંદર રાખો. કારમાં બેસ્યા બાદ વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી બચો. સેનિટાઇઝરના વધુ પડતાં ઉપયોગથી હાથની ચામડી ખરાબ થઈ શકે છે.

રાશિફળ 30 જાન્યુઆરીઃ  આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો તમારું રાશિફળ

શનિની સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકો કરો આ મંત્રનો જાપ, થશે ફાયદો




Car loan Information:

Calculate Car Loan EMI