Airtelએ પોતાના પ્રીપેઈડ રિચાર્જ પોર્ટોફોલિયોમાં મોટે ફેરફાર કર્યો છે. કંપનીએ પોતાના 49 રૂપિયાવાળા પ્રીપેઈડ પ્લાનને બંદ કરવાની જાહેરાત કરી છે. હવે તેની જગ્યાએ ગ્રાહકની પાસે 79 રૂપિયાવાળા પ્લાનનો ઓપ્શન હશે. આ ફેરફાર દેશભરમાં ગુરુવાર એટલે કે 29 જુલાઈથી લાગુ થઈ જશે. વિતેલા સપ્તાહે એરટેલે પોતાના પોસ્ટપેઈડ પ્લાન્સમાં ફેર કર્યો હતો અને 749 રૂપિયાવાળો ફેમિલી પોસ્ટપેઈડ પ્લાન બંધ કર્યો હતો.
79 રૂપિયાવાળો પ્લાન
એરટેલ (Airtel)ના 79 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનની સાથે 64 રૂપિયાનો ટોકટાઈમ પણ મળે છે અને 200 એમબી ડેટા પણ મળશે. આ પ્લાન ગ્રાહકોને ડબલ ડેટાની સાથે સાથે ચાર ગણી વધારે આઉટગોઇંગ મિનિટ ઓફર કરી રહી છે. આ પ્લાનમાં કરવામાં આવેલ ફેરફાર 29 જુલાઈ, 2021થી લાગુ થશે.
આ સાથે જ હવે એરટેલ (Airtel)ના સૌથી સસ્તા પ્લાનની કિંમત 49 રૂપિયાની જગ્યાએ 79 રૂપિયા થઈ ગઈ છે. 79 રૂપિયાનો પ્લાન 49 રૂપિયાના પ્લાનની તુલનામાં 30 રૂપિયા વધારે મોંઘો છે, પરંતુ યૂઝર્સને આ પ્લાનની સાથે બે ગણો વધારે ડેટા અને ચાર ગણી વધારે આઉટગોઇંગ વોયસ કોલ મિનિટ મળી રહી છે. 79 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને કોલિંગ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડનો ચાર્જ ચૂકવવો પડશે.
જે યૂઝર્સ 49 રૂપિયાના પ્લાન્સના ફેન્સ હતા તેને હવે તેની જગ્યાએ 49 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવવું પડશે. તેનાથી ભારતી એરટેલના ARPUમાં સામાન્ય સુધારો થવાની શક્યતા છે. કારણ કે બન્ને પ્લાન વચ્ચે વધારે તફાવત નથી. અનેક યૂઝર્સ પહેલાથી જ 79 રૂપિયાનું રિચાર્જ કરાવી રહ્યા છે કારણ કે 49 રૂપિયાનો પ્લાન છેલ્લા ઘણાં સમયથી અનેક વિસ્તારમાં ઉપલબ્ધ નથી.
એક વાત એરટેલે સ્પષ્ટ કરી દીધી છે કે તે પોતાના પોર્ટફોલિયામાં ઓછા આરપીયૂ ગ્રાહક નથી ઇચ્છતી. એરટેલનો ટાર્ગેટ 200 રૂપિયા ARPU સુધી પહોંચવાનો છે.