નવી દિલ્હીઃ સ્માર્ટફોનની સાથે સાથે હવે સ્માર્ટવૉચ (Smartwatch)નુ ચલણ પણ વધી ગયુ છે. લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને ખુબ ગંભીર થઇ ચૂક્યા છે. આવામાં લોકો ફિટનેસ સ્માર્ટવૉચ ખુબ ખરીદી રહ્યાં છે. સ્માર્ટવૉચ માર્કેટમાં પણ હવે ભારતમાં મોટુ થઇ રહ્યું છે. દેશમાં કેટલીય બ્રાન્ડ્સ છે જે સ્માર્ટવૉચ બનાવી રહી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમેઝફિટ (Amazfit)એ આ સેગમેન્ટમાં કેટલાય શાનદાર ડિવાઇસીસ બનાવીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી દીધી છે. Amazfit T-Rex Pro ની ભારતમાં એન્ટ્રી થઇ ચૂકી છે. જાણો આ સ્માર્ટવૉચ (Amazfit T-rex Pro) વિશે.......


કિંમત અને ઉપલબ્ધતા...
અમેઝફિટ (Amazfit)ની આ નવી સ્પૉર્ટ્સ સ્માર્ટવૉચ T-Rex Proની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. તમે આને કંપનીની વેબસાઇટ પરથી કે અમેઝોન પરથી આસાનીથી ખરીદી શકો છો. આ સ્માર્ટવૉચ (Smartwatch)ત્રણ કલરમાં મળશે જેમાં મેટોરાઇટ બ્લેક, ડેઝર્ટ ગ્રે અને સ્ટીલ બ્લૂ સામેલ છે. આમા બ્લેક કલર ખુબ આકર્ષિત લાગી રહ્યો છે.


ડિઝાઇન...
Amazfit T-Rex Pro સ્પૉર્ટી ડિઝાઇનમાં છે. આની ડિઝાઇન રગ્ડ છે. ઉલ્લેખનીય છે કે આના સ્ટ્રેપ સિલિકૉનનો જે ભાગ છે તે ખુબ મજબૂત છે. ખાસ વાત છે કે સ્માર્ટવૉચમાં ટચ સપોર્ટની સાથે ચાર બટન આપવામાં આવ્યા છે. જ્યારે હાથ ભીના હોય ત્યારે ટચ કન્ટ્રૉલ કામ ના કરે તે સમયે આ બટન ખુબ કામ આવે છે. આની નીચેની બાજુએ ચાર સેન્સર છે અને ચાર્જિંગ માટે મેગ્નેટિક ડૉક છે. આ સ્માર્ટવૉચે 15 મિલિટ્રી ટેસ્ટને પાસ કર્યો છે, અને આને MIL-STD-810 સર્ટિફિકેટ મળ્યુ છે. આની બૉડી પૉલીકાર્બોનેટની છે. આની (Amazfit T-rex Pro) બિલ્ડ ક્વૉલિટી ખુબ સારી છે. સ્ટ્રેપ સહિત વૉચનુ વજન 59.4 ગ્રામ છે, એટલે કે તમે આને આસાનીથી પહેરી શકો છો. 


ડિસ્પ્લે....
આ સ્માર્ટવૉચમાં 1.3 ઇંચની HD AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 360x360 પિક્સલ છે. ડિસ્પ્લે પર 3D કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસનુ પ્રૉટેક્શન છે, જેનાથી સ્ક્રેચ નથી પડી શકતા. ડિસ્પ્લે ખુબ રિચ અને બ્રાઇટ છે, તડકામાં પણ આને આસાનીથી રીડ કરી શકાય છે. આ ઉપરાંત ડિસ્પ્લે પર એન્ટી ફિંગરપ્રિન્ટ કૉટિંગ પણ છે. 


ફિચર્સ....
આ સ્માર્ટવૉચમાં (Smartwatch Features) ઓલવેઝ ઓન ડિસ્પ્લે છે. આમાં લૉકેશન ટ્રેકિંગ માટે GPS, બેરૉમીટર અને કમ્પાસનો સપોર્ટ છે. આમાં બ્લેડ ઓક્સિઝન ટ્રેકર, સ્લિપ ટ્રેકર અને 24 કલાક હાર્ટ રેટ ટ્રેકર જેવા શાનદાર ફિચર્સ સામેલ છે. આમાં 100થી પણ વધુ સ્પૉર્ટ્સ મૉડ આપવામાં આવ્યા છે. એટલુ જ નહીં આ સ્માર્ટવૉચ વૉટર રેસિસ્ટન્ટ છે અને આના માટે આને 10ATM નુ રેટિંગ મળ્યુ છે. 


બેટરી લાઇફ...
Amazfit T-Rex Proમાં 390 mAhની બેટરી છે, જે ફૂલ ચાર્જ થવા પર આસાનીથી 18 દિવસો સુધી ચાલી શકે છે. આ ઉપરાંત GPSની સાથે આ બેટરી 40 કલાક કામ કરે છે. એટલે કે બેટરીને વારંવાર ચાર્જ કરવાની જરૂર નથી પડતી.