WhatsApp Message Schedule: વૉટ્સએપનો ઉપયોગ અત્યારે લગભગ તમામ મોબાઇલ યૂઝર્સ કરી રહ્યાં છે. વૉટ્સએપ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને તેના પરથી દિવસના લાખો લોકો લાખોની સંખ્યામાં મેસેજ ટેક્સ્ટ કરી રહ્યાં છે. હાલની ભાગદોડ ભરી જિંદગીમાં વૉટ્સએપ લોકોને ખુબ કામ આવી રહી છે. પરંતુ ઘણીવાર આપણી વ્યસ્તતાના કારણે કેટલાય જરૂરી મેસેજ ડ્રૉપ થઇ જાય છે, અને આપણે આપણે સમયે મેસેજ સેન્ડ નથી કરી શકતા. આવામાં શિડ્યૂલ મેસેજનો ઓપ્શન ખુબ કામ આવે છે. જાણો અહીં વૉટ્સએપ મેસેજને શિડ્યૂલ કઇ રીતે કરી શકાય છે........  


અહીં અમે તમને વૉટ્સએપ પર મેસેજ શિડ્યૂલ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ, તેને ફોલો કરીને તમે તમારા કામના મેસેજને સેન્ડ કરી શકો છો. 


WhatsApp મેસેજ શિડ્યૂલ કરવાની રીત - 


પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટૉર પર જાઓ.
અહીંથી SKEDit એપને ડાઉનલૉડ કરો. 
હવે એપ ઓપન કરીને આની લૉગ-ઇન પ્રૉસેસને પુરી કરો.
આમ કર્યા બાદ, મેન્યૂમાં વૉટ્સએપ સિલેક્ટ કરીને એનેબલ એક્સેસિબિલિટી પર ટેપ કરો.
હવે ટૉગલ પર ક્લિક કરીને Allow ઓપ્શન પર ક્લિક કરી દો. 
આ પછી, મેસેજને ડેટ અને ટાઇમ એન્ટર કરીને શિડ્યૂલ કરી દો.
હવે એપ ઓટોમેટિક નક્કી સમય પર મેસેજને સેન્ડ કરી દેશે.


શિડ્યૂલ મેસેજને સેન્ડ થતા પહેલા ચેક કરવો - 
જો તમે શિડ્યૂલ મેસેજને સામે વાળા વ્યક્તિને મોકલતા પહેલા ચેક કરવા માંગો છો, તો એપ તમને આની પણ સુવિધા આપે છે. આ માટે તમારે એપમાંથી મળનારા ‘Ask me Before Sending’ ફિચરને એક્ટિવેટ કરવુ પડશે. એટલુ જ નહીં એપ મેસેજ સેન્ડ કરતા પહેલા તમને નૉટિફિકેશન મોકલશે, જેનાથી તમે મેસેજ ચેક કરી શકશો.


 


WhatsApp Statusમાં આવી રહ્યો છે મોટો ફેરફાર, યુઝર્સને મળશે નવો ઓપ્શન


વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર યુઝર એક્સપીરિયન્સને સારો કરવા માટે નવા ફીચર્સ એડ કરવાનું ચાલુ રાખે છે. એપમાં તાજેતરમાં પોલ, ઓનલાઈન સ્ટેટસ હાઈડ, ડીપી હાઈડ, કોમ્યુનિટી સહિત અનેક નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે વોટ્સએપ પસંદગીના એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કરવા જઇ રહ્યું છે.


આ ફીચર વોટ્સએપ સ્ટેટસ એક્સપીરિયન્સને પહેલા કરતા વધુ સારો બનાવી શકે છે. જે યુઝર્સને નવું અપડેટ મળશે તેઓ વોટ્સએપ સ્ટેટસમાં વોઈસ નોટ અપડેટ કરી શકશે. એટલે કે યુઝર્સ વોટ્સએપ સ્ટેટસમાં વીડિયોની જેમ જ ઓડિયો પણ મૂકી શકશે.


જ્યારે તમે WhatsApp પર સ્ટેટસ અપડેટ કરશો, ત્યારે તમને વોઈસ નોટનો વિકલ્પ પણ મળશે. યુઝર્સ ફોટો, ટેક્સ્ટ, વીડિયો જેવા નવા વિકલ્પનો ઉપયોગ કરી શકશે.


WABetaInfo એ આ ફીચર શોધી કાઢ્યું છે. રિપોર્ટ અનુસાર યુઝર્સને આ ફીચર બીટા વર્ઝન 2.23.2.8 પર મળી રહ્યું છે. યુઝર્સને આ વિકલ્પ ફક્ત ટેક્સ્ટ સ્ટેટસ સેક્શનમાં જ મળશે. તમે તેના પર માત્ર 30 સેકન્ડ સુધી વૉઇસ નોટ મૂકી શકો છો.સ્ટેટસ મુકતી  વખતે કોઈપણ રેકોર્ડિંગ પોસ્ટ કરતા પહેલા તમને ડિસ્કોર્ડનો વિકલ્પ પણ મળશે. વોટ્સએપના અન્ય ફીચર્સની જેમ વોઈસ નોટનું આ ફીચર પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે.


આની સાથે તમને પ્રાઈવસીનો વિકલ્પ પણ મળશે. આની મદદથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારું સ્ટેટસ જોઈ શકે છે અને કોણ નહીં. અન્ય WhatsApp સ્ટેટસની જેમ આ પણ 24 કલાકમાં ગાયબ થઈ જશે.


અપડેટ ક્યારે આવશે?


એપ્લિકેશન આગામી થોડા સમયમાં અન્ય યુઝર્સ માટે પણ આ સુવિધાને રોલઆઉટ કરી શકે છે. જો કે, આ ક્ષણે તે જાણી શકાયું નથી કે તેમાં કેટલો સમય લાગશે.ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ અન્ય સુવિધાઓનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે.  WhatsApp યુઝર્સને ટૂંક સમયમાં નોટિફિકેશનમાં કોઈને બ્લોક કરવા માટે શોર્ટકટ મળી શકે છે.