Gorakhpur News: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી એક વિચિત્ર પ્રેમ કહાણી સામે આવી છે. અહીં ગોરખપુર જિલ્લામાં એક પ્રેમ પ્રસંગે અત્યારે ખુબ ચર્ચા જગાવી છે. એક 70 વર્ષીય સસરા સાથે યુવાન વહુએ લગ્ન કરી લીધા છે, જોકે, મહિલાનો પતિ અગાઉ 4 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો, અને છેલ્લા કેટલાય સમયથી વહુ અને સસરા વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. જોકે હવે બન્ને લગ્ન બાદ પતિ-પત્ની બની ચૂક્યા છે.


માહિતી પ્રમાણે, ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના બડહલગંજ વિસ્તારની આ ઘટના છે, અહીં એક 70 વર્ષીય વૃદ્ધે પોતાની 28 વર્ષી પુત્રવધુ સાથે લગ્ન કરી લાધા છે. કહેવાઇ રહ્યુ છે કે વહુ સાથે લગ્ન કરનારો વૃદ્ધ તે વિસ્તારમાં ચોકીદારનું કામ કરે છે. જાણકારી અનુસાર, બડહલગંજના છપિયા ઉમરાવ ગાંમમાં, વૃદ્ધે જેનુ નામ કૈલાશ યાદવ છે તેને પોતાની પુત્રવધુ સાથે મંદિરમાં લગ્ન કરી લીધા, મહિલાની ઉંમર માત્ર 28 વર્ષ જ છે અને વૃદ્ધની ઉંમર 70 વર્ષની છે. 


કહેવાઇ રહ્યું છે કૈલાશની પત્નું મૃત્યુ 12 વર્ષ પહેલા થઇ ગયુ હતુ. કૈલાશના ત્રીજા દિકરાનું મોત ચાર વર્ષ પહેલા થઇ ગયુ હતુ, જે પછી કૈલાશે તેના લગ્ન પાસેના ગામમાં એક યુવક સાથે કરાવ્યા હતા, પરંતુ લગ્નના થોડાક જ દિવસ બાદ કૈલાશની વહુ પાછી આવી ગઇ, અને પોતાના પહેલા વાળા સાસરામાં જ રહેવા લાગી, આ બધાની વચ્ચે કૈલાશે પોતાની પુત્રવધુ સાથે મંદિરમાં લગ્ન કરી લીધા. 


માહિતી પ્રમાણે, પુત્રવધૂ સાથે લગ્ન કરનાર વૃદ્ધ આ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે કામ કરે છે. અત્યારે આ બન્નેના લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં જોરશોરથી ચાલી રહી છે. 


 


ભારત બાયોટેકની નાકથી લેવાની કોવિડ રસી iNCOVACC લોન્ચ


COVID19  Vaccine: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત બાયોટેકની નાસલ કોવિડ રસી iNCOVACC લોન્ચ કરી. ભારત બાયોટેક દ્વારા વિકસિત આ રસી સરકારને પ્રતિ ડોઝ 325 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેની કિંમત 800 રૂપિયા હશે.


 ભારત બાયોટેકને ડિસેમ્બર 2022માં પ્રાથમિક 2-ડોઝ અને હેટરોલોગસ બૂસ્ટર તરીકે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ 18 વર્ષ અને તેથી વધુ વય જૂથ માટે કટોકટીની પરિસ્થિતિઓમાં ઇન્ટ્રાનાસલ રસીના પ્રતિબંધિત ઉપયોગને મંજૂરી આપી હતી.


કોવિન પર ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો


રસીના બે ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવાના હોય છે. રસી ઉત્પાદક ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર, કોવિન વેબસાઇટની મુલાકાત લઈને ઇન્ટ્રાનાસલ રસીના ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકાય છે. iNCOVACC વોશિંગ્ટન યુનિવર્સિટી, સેન્ટ લૂઇસ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી હતી.


ભારત બાયોટેકે પ્રી-ક્લિનિકલ સલામતી મૂલ્યાંકન, ઉત્પાદન સ્કેલ અપ, ફોર્મ્યુલેશન અને ડિલિવરી ડિવાઇસ ડેવલપમેન્ટ માટે માનવ ક્લિનિકલ ટ્રાયલ્સ પણ હાથ ધરી હતી. બાયોટેકનોલોજી વિભાગના કોવિડ પ્રોટેક્શન પ્રોગ્રામ દ્વારા ઉત્પાદન વિકાસ અને ક્લિનિકલ ટ્રાયલ્સ માટે આંશિક રીતે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.