Earthquake Alert: ગૂગલ ભૂકંપ એલર્ટ સિસ્ટમ  ઝડપથી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.  ટૂંક સમયમાં ભૂકંપ ચેતવણી સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ માટે ગૂગલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ સિસ્મોલોજી સેન્ટરની સલાહ લઈ રહ્યું છે.


ટૂંક સમયમાં તમારા મોબાઈલમાં એવી ટેક્નોલોજી હશે, જે તમને ભૂકંપ આવતા પહેલા એલર્ટ કરી દેશે. હકીકતમાં, ટેક જાયન્ટ ગૂગલે બુધવારે તેના એક બ્લોગમાં માહિતી આપી હતી કે, તે ટૂંક સમયમાં ભારતીય એન્ડ્રોઇડ યુઝર્સ ને ભૂકંપ ચેતવણી સિસ્ટમ પ્રદાન કરવા જઈ રહી છે અને તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે, ભારતના મોટા ભાગના રાજ્યો ભૂકંપ ઝોનમાં આવે છે અને ગીચ વસ્તીને કારણે જો અહીં જોરદાર ભૂકંપ આવે તો જાન-માલનું ઘણું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં ગૂગલનું ભૂકંપ એલર્ટ ફીચર ભારતીય એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. તો જાણીએ કે,  ગૂગલ આ ફીચરને એન્ડ્રોઇડ યુઝર્સ માટે ક્યારે રોલ આઉટ કરશે.  


આ સુવિધા ક્યારે શરૂ થશે?


ગૂગલ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ભૂકંપ એલર્ટ સિસ્ટમ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ માટે ગૂગલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ સિસ્મોલોજી સેન્ટરની સલાહ લઈ રહ્યું છે. ગૂગલના બ્લોગ પોસ્ટ અનુસાર, આ ટેક્નોલોજી ભૂકંપ શરૂ થાય તે પહેલા ચેતવણી મોકલવાનું કામ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સેવા આગામી અઠવાડિયામાં એન્ડ્રોઇડ 5 અને તેના પછીના વર્ઝનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.


કેવી રીતે ડિટેક્ટ કરશે સ્માર્ટફોન


ગૂગલે કહ્યું કે, આ સિસ્ટમ આપના ફોનને એક મિની અર્થક્વેક ડિટેક્ટરમાં બદલી દેશે, ભૂકંપ એલર્ટ સિસ્ટમ ફોનમાં મોજૂદ એક્સેલેરોમીટરનો સિસ્મોગ્રાફની જેમ ઉપયોગ કરે છે. જ્યારે કોઇ ફોન ચાર્જિગ પર લાગેલો ન હોય અને મૂવમેન્ટમાં ન હોય તો તે ભૂકંપના શરૂઆત લક્ષણો ઓળખીને સંકેત આપશે,  આ રીતે વધુ ફોન એક સાથે ભૂકંપના સંકેત આપશે તો ગૂગલ સર્વરને પણ તેની જાણ થઇ જશે.


Android Earthquake Alerts કેવી રીતે કરશો ઓન



  • ફોન સેટિંગ્સ પર જાઓ. પછી સેફ્ટી અને ઈમરજન્સી પર ટેપ કરો.

  • આ પછી Earthquake alerts  પર ટેપ કરો.

  • જો તમને Safety & emergency  વિકલ્પ ન દેખાય તો લોકેશન પર  ટેપ કરો અને Advanced  પર જાઓ. પછી Earthquake alerts  ચેતવણીઓ પર ટેપ કરો.

  • બાદ આ ઓપ્શનને ઓન કરી દો.