વોશિંગટનઃ ગૂગલ અને એપલ કોરોના સામે જંગ લડવા એકસાથે આવ્યા છે, બન્ને કંપનીઓ સાથે મળીને એવી ટેકનિક લૉન્ચ કરી છે, જેનાથી કોરોના માટે એલર્ટ આપનારી એપ તૈયાર કરી શકાય છે. આ ટેકનિકથી તૈયાર એપ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા પહેલા આનો ઉપયોગ કરનારાઓને સતર્ક કરે છે.

એપલના સીઇઓ ટિક કુકે ટવીટર પર લખ્યું- અમારી ટેકનિક સ્વાસ્થ્ય અધિકારીઓને કોરોના સંક્રમિતોની ઓળખ કરવામાં સહાયતા કરશે. અમે ગૂગલની સાથે મળીને એક્સપૉઝર નૉટિફિકેશન ટેકનિક તૈયાર કરી છે. અમે આ ટેકનિકને જલ્દી જ યૂઝર્સ સુધી પહોંચાડીશું અને આ યૂઝર્સના ડેટાને પુરેપુરો સુરક્ષિત રાખશે.

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ટ્વીટ કર્યુ- અમે આ ટેકનિકને એપલની સાથે મળીને બનાવી છે. અવેલેબલ એપ સ્વાસ્થ્ય એજન્સીઓને સંક્રમણની ઓળખ કરવામાં મદદ કરશે. અમારુ લક્ષ્ય લોકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખતા થયેલા વાયરસના ખતરા સામે લડવાનુ છે.



કેવી રીતે કામ કરશે ટેકનિક......
આ ટેકનિક વાયરલેસ ટેકનોલૉજી બ્લૂટૂથ પર કામ કરશે. આ ટેકનિકનો ઉપયોગ કરીને સરકારી સંસ્થા કે સ્વાસ્થ્ય એજન્સીઓ પોતાની ખુદની એપ તૈયાર કરી શકે છે. જેનાથી કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરવામાં મદદ મળશે.

આ ટેકનિકથી તૈયાર થયેલી એપને ગૂગલ કે એપલના પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકાય છે. એક આંકડા પ્રમાણે, દુનિયાભરમાં 380 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.