Apple: Apple કંપની ટૂંક સમયમાં ભારતમાં વાયરલેસ ઇયર બડ્સ AirPods નું ઉત્પાદન શરૂ કરશે. આ પછી આખી દુનિયામાં Made In India AirPods ધૂમ મચાવશે. વાસ્તવમાં Foxconn ની હૈદરાબાદ ફેક્ટરીમાં Apple Air Podsનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફોક્સકોન આઇફોન સહિત ઘણા એપલ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે 400 મિલિયન અમેરિકન ડોલરના રોકાણની મંજૂરી આપી દીધી છે. તેમજ ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે. જોકે Apple અને Foxconn હજુ સુધી આ માહિતીની પુષ્ટી કરી નથી.
બીજી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ
Appleના iPhone પછી AirPods બીજું ઉત્પાદન હશે, જેનું પ્રોડક્શન ભારતમાં શરૂ થશે. આ બીજી મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ હશે, જે વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ થશે. Appleના AirPods TWS (true wireless stereo) વિશ્વભરના બજારમાં વેચાય છે.
Apple ના AirPods ખૂબ લોકપ્રિય
એપલના એરપોડ્સ ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. મજબૂત સાઉન્ડ ક્વોલિટી સહિત તેમાં ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં બેસ્ટ નોઇસ કેન્સિલેશનનું ફીચર પણ છે. જે ઑડિયો કૉલ દરમિયાન આસપાસના અવાજને દૂર કરવાનું કામ કરે છે. એટલું જ નહીં, કંપનીએ તેમાં એક ખાસ ફીચર આપ્યું છે, જે દરેક વ્યક્તિના કાનની સાઈઝ પ્રમાણે અવાજને ટ્યુન કરવાનું કામ કરે છે.
ગ્લોબલ TWS માર્કેટમાં AirPodsના શેર
ગ્લોબલ TWS માર્કેટમાં Appleના Airpodsનો બજાર હિસ્સો 36 ટકા હતો, જે પછી તે નંબર-1 કંપની તરીકે ઉભરી આવી હતી. આ પછી સેમસંગનો બજાર હિસ્સો 7.5 ટકા હતો. ત્યારબાદ Xiaomi પાસે 4.4 ટકા માર્કેટ શેર હતું અને ત્યારબાદ Boat 4 ટકા હિસ્સો ધરાવે છે.
ત્યારબાદ OPPOનું નામ 3 ટકા પર છે. આ માહિતી રિસર્ચ ફર્મ Canalys એ આપી છે, જે ડિસેમ્બર 2022ના ક્વાર્ટરની છે. નોંધનીય છે કે Xiaomiએ નોઈડામાં સ્થિત Optiemus Electronics પ્લાન્ટમાં TWSનું ઉત્પાદન પણ શરૂ કર્યું હતું.