એપલ આવતા અઠવાડિયે ઘણી મોટી જાહેરાતો કરવા જઈ રહી છે. કંપનીએ સંકેત આપ્યા છે કે 28 ઓક્ટોબરે કંઈક મોટી જાહેરાત કરશે.  કંપની M4 પાવર્ડ MacBook Pro અને iMac લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં આઈપેડ પ્રોમાં M4 ચિપ આપવામાં આવી હતી અને હવે આશા છે કે આ ચિપ નવા MacBook મોડલ્સમાં આપવામાં આવશે. Apple નવી મેક મિની અને એસેસરીઝ પણ રજૂ કરી શકે છે. નવી MacBook Air લોન્ચ કરવાની અટકળો પણ ચાલી રહી છે.






નવા ડિવાઇસ આવતા અઠવાડિયે લોન્ચ કરવામાં આવશે


Appleના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ Greg Joswiak એ કહ્યું હતું કે 28 ઓક્ટોબરના રોજ લોસ એન્જલસમાં હેન્ડ્સ-ઓન એક્સપીરિયન્સ યોજાશે. જોકે તેમણે પુષ્ટી કરી નહોતી કે આગામી સપ્તાહમાં શું થવાનું છે. પરંતુ એવો સંકેત આપવામાં આવ્યો છે કે કંપનીએ તેના ઘણા ડિવાઇસ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. થોડા દિવસો પહેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે નવી મેકબુક ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આવી સ્થિતિમાં હવે Appleએ પણ આવતા અઠવાડિયે કંઈક મોટું થવાના સંકેત આપ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ઇવેન્ટ એક દિવસથી વધુ ચાલી શકે છે.


M4 ચિપ સાથે નવો MacBook Pro


એપલના જે ડિવાઇસના યુઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે છે નવું MacBook Pro મોડલ જે M4 ચિપ સાથે આવે છે. આમાં બેઝ મોડલમાં 14 ઇંચની સ્ક્રીન મળી શકે છે. આગામી MacBook 16GB ની શરુઆતની રેમ સાથે આવી શકે છે. તેમાં 3 થંડરબોલ્ટ પોર્ટ, 10 કોર CPU અને 10 કોર GPU હશે. ટોપ મોડલ 14 ઇંચ અને 16 ઇંચ મેકબુક પ્રો મોડલમાં M4 Pro અને M4 Max ચિપ્સ હશે, જેના કારણે પરફોર્મન્સ મજબૂત બની શકે છે. જો કે, ડિઝાઇનમાં વધુ ફેરફારની અપેક્ષા નથી.


New iMac M4 chip સાથે


MacBook Pro સિવાય Apple એક નવું 24-inch iMac લૉન્ચ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. વર્તમાન iMac મોડલ્સ M3 ચિપ પર ચાલે છે, પરંતુ આગામી સપ્તાહની જાહેરાત M4 ચિપમાં અપગ્રેડ જાહેર કરી શકે છે. આ નવું મોડલ 16GB રેમ સાથે આવી શકે છે.


મેક મીનીની નવી ડિઝાઇન


Mac Miniને નવી ડિઝાઇનમાં લાવી શકાય છે. રિપોર્ટ અનુસાર, નવું Mac Mini તેના અગાઉના મોડલ કરતા ઘણું નાનું હશે. તેમાં M4 અને M4 Pro ચિપ કન્ફિગરેશન્સ હોવાની અપેક્ષા છે.


OnePlus 13 ની કિંમત કેટલી હશે ? લૉન્ચ પહેલા થયો મોટો ખુલાસો