Apple iPhone 15 Launch Live: જો તમે Appleની iPhone 15 સીરીઝને ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ખરેખરમાં, આજે કંપનીની 'વેન્ડરલસ્ટ' ઇવેન્ટ છે, જેમાં Apple iPhone 15 સીરીઝ ઉપરાંત અન્ય ગેજેટ્સ લૉન્ચ કરશે. આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આનો અર્થ એ છે કે તમે પથારીમાં સૂતી વખતે તમારા નવા આઇફોનની તમામ વિગતો જાણી શકો છો. જો તમે એપલની આ લૉન્ચની લાઇવ ઇવેન્ટ મોબાઇલ પર જોવા માંગો છો તો તમારે એપલ કંપનીની યુટ્યુબ ચેનલ, ઓફિશિયલ વેબસાઈટ અને એપલ ટીવી દ્વારા આ નિહાળી શકો છે. અહીંથી તમને પળે પળની લાઇવ અપડેટ્સ મેળશે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 15 સીરીઝ માટે પ્રી-ઓર્ડર શુક્રવારથી શરૂ થશે.


આ બધુ પણ થશે લૉન્ચ - 
Apple iPhone 15 સીરીઝ અંતર્ગત 4 iPhone લૉન્ચ કરશે જેમાં iPhone 15, 15 Plus, 15 Pro અને 15 Pro Maxનો સમાવેશ થશે. લીક્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કંપની પ્રૉ મેક્સ વેરિઅન્ટને અલ્ટ્રા નામથી લૉન્ચ કરી શકે છે. આ વખતે તમને iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં પરંપરાગત સ્ટેનલેસ સ્ટીલની જગ્યાએ હળવા વજનની ટાઇટેનિયમ ફ્રેમ જોવા મળશે. તમે બંને મોબાઈલ ફોન બ્લેક, સિલ્વર, ગ્રે અને ટાઈટેનિયમ કલરમાં ખરીદી શકશો. વળી બેઝ મૉડલ મિડનાઇટ બ્લેક, બ્લૂ, યલો, વ્હાઇટ, અને કોરલ પિન્કમાં જોવા મળી શકે છે. 


આ વખતે તમે નવી સીરીઝમાં કેટલાય ફેરફારો જોશો જેમાં મોટી બેટરી, બેઝ મૉડેલમાં 48MP કેમેરા, પ્રૉ મેક્સમાં પેરિસ્કોપ લેન્સ અને ઝડપી ચાર્જિંગ વગેરેનો સમાવેશ થાય છે. લીક્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ વિવિધ રંગોમાં ચાર્જિંગ કેબલ તૈયાર કર્યા છે, એટલે કે આને મોડલ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે.


હવે ફેન્સનો ઇન્તજાર ખતમ થશે અને iPhone 15 સીરીઝ આપણી વચ્ચે હશે. આઇફોન 15 ઉપરાંત કંપની સ્માર્ટવૉચ સીરીઝ 9 અને અલ્ટ્રા 2 વૉચ પણ લૉન્ચ કરશે. કંપની નવી ઘડિયાળ સીરીઝમાં પહેલા કરતા વધુ સારા હાર્ટ રેટ સેન્સર અને U2 ચિપ પ્રદાન કરશે.